Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરની સરહદ પાસે સેનાએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો, 1ની ધરકડક

Social Share

શ્રીનગરઃ- દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરની સીમાઓ પર પાકિસ્તાનની જનર હેંમેશાથી રહેલી છે,અવાર નવાર તેઓ અહી ડ્રોનનો પ્રવેયસ કરાવી રહ્યા હોય છે તો ક્યારેક આતંકીઓ અહીં ઘુસમખોરી કરતા લોકો પર સેનાની બાજનજર હોય છે ત્યારે તાજેતરમાં જ એક પાકિસ્તાનનીને ઘુસણખોરી કરતા વખતે સેનાએ ઠાર કર્યો છે. તો એક ઘુસણખોરને કપડી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી દેશમાં ઘૂસણખોરીના અલગ-અલગ પ્રયાસોને મંગળવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ નિષ્ફળ બનાવ્યા હતા. એક ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો, જ્યારે બીજી ઘટનામાં બીજા ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી છે.

એક અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે  સૈનિકોએ  વહેલી સવારે જમ્મુના અરનિયા સેક્ટર અને સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.તેમણે કહ્યું કે અરનિયા સેક્ટરમાં સરહદી વાડ તરફ આવી રહેલા પાકિસ્તાની ઘૂસણખોર પર બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો.અને તેને ઠાર માર્યો હતો.જો કે પહેલા તેને અટકાવવાનો પ્રયત્ન કરાયો હતો જો કે  તેઓ માન્યા ન હતા. આ કારણે જવાનોએ ગોળીબાર કરવો પડ્યો, જેના કારણે તેનું મોત થયું.

બીજી ઘટનાની વાત કરવામાં આવે તો તે  ઘટનામાં, સૈનિકોએ રામગઢ સેક્ટરમાં વાડ નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરનાર પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી.જો કે તેના પાસે કોઈ હથિયારો કે અન્ય સામગ્રી મળી ન હતી.જો કે આગળની પણ તપાશ હજી તચાલુ છે,આ વ્યક્તિ કોણ છે અને શા માટે આવ્યો હતો કોની સાથે સંકળાયેલો છે તે તામમ અંગે તપાસ કરવામાં આવી રહી છે.