Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા – નાગરિકોની હત્યામાં સામેલ પાકિસ્તાની ખુંખાર આતંકી સલીમ પર્રે સહીત બે ઠાર

Social Share

 

શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી સેના દ્રારા આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે એજ ફરી એક વખત સેનાને મોટી સફળતા મળી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગરીકોની હત્યામાં સંડાવાયેલા એવા લશ્કર-એ-તૈયબાના નેતા અને અન્યને એક આતંકીને સેનાના જવાનોએ ઠાર માર્યા છે.

આ સમગ્ર બાબતને લઈને કાશ્મીર પોલીસના આઈજી એ જણઆવ્યું હતું કે એક આતંકીની ઓળખ સલીમ પર્રે તરીકે થઈ છે. તે પાકિસ્તાનનો રહેવાસી છે. અધિકારીએ કહ્યું કે મોસ્ટ વોન્ટેડ અને ખતરનાક આતંકવાદીની શોધ ઘણા દિવસોથી આ વિસ્તારમાં ચાલી રહી હતી. હાલ આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોપ વોન્ટેડ કમાન્ડર સલીમ પર્રે આજરોજ સોમવારે એક એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના શાલીમાર ઉદ્યાન વિસ્તારમાં સલીમને ખતમ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઉલ્લેખનીય છે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ જમ્મુ વિભાગના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જવાનોએ એક ઘુસણખોરને ઠાર કરવામાં સફળતા મેળવી છે. છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનું આ બીજું ષડયંત્ર છે. આ પહેલા આતંકીએ કાશ્મીર વિભાગના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને સેનાના જવાનોએ ઠાર માર્યો હતો.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ જમ્મુ સેક્ટરમાંથી હથિયારોનો એક કન્સાઈનમેન્ટ જપ્ત કર્યો છે. જવાનો સોમવારે સવારે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેણે ઝાડીઓમાં બેગ સંતાયેલી જોઈ હતી. તલાશી લેતા તેની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ બોર્ડર પોસ્ટ 35 પાસે મળેલી બેગમાંથી દારૂગોળો અને પ્રતિબંધિત દવાઓ પણ મળી આવી હતી.

 

Exit mobile version