Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાનું સર્ચ ઓપરેશન સફળ, અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર કર્યો

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી સેના આતંકીઓને શોધવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે સેના દ્રારા ઠેર ઠેર આતંકીશોઘ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યો છે જેમાં જંગલના વિસ્ચતારથી લઈને પહાડી વિસ્તારોમાં આતંકીઓને શઓધવા ડ્રોનનો ઉપયોગ પણ થી રહ્યો છે જો કે સેનાને મોટા પ્રમાણમાં અત્યાર સુધી સફળતા પણ મળી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સેનાએ ત્રણ આતંકીઓને અત્યાર સુઘીમાં ઠાર કર્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટર વચ્ચે બારામુલ્લામાં પણ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. બારામુલ્લા જિલ્લાના હથલંગાના ઉરીના ફોરવર્ડ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

આ બાબતે જમ્મુ અને કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર બારામુલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે અને ત્યાં સંતાયેલા અન્ય આતંકીઓને શોધી રહી છે

આ સહીત સુરક્ષા દળોને ઉરી અને હાથલંગાના આગળના વિસ્તારોમાં કેટલાક વધુ આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી છે.  આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળો અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા શુક્રવારે બારામુલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે આતંકવાદીઓના બે મદદગારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.આ માહિતી પોલીસે આપી હતી.  ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના ઉરી વિસ્તારમાં એલઈટીના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઓળખ મીર સાહિબ બારામુલ્લાના રહેવાસી ઝૈદ હસન મલ્લા અને સ્ટેડિયમ કોલોની બારામુલ્લાના રહેવાસી મોહમ્મદ આરીફ ચન્ના તરીકે થઈ છે. તલાશી દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો પણ ઝપ્ત કરવામાં આવ્યા હતા.

Exit mobile version