Site icon Revoi.in

અર્પિતાના ઘરનો પાર્થ ચેટરજી મિનિ બેંક તરીકે ઉપયોગ કરતો હતો, EDની તપાસમાં ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ નોકરી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટરજીની સહયોગી અર્પિતા મુખર્જીએ મોટો ખુલાસો કર્યો છે. અર્પિતા મુખર્જીએ જણાવ્યું હતું કે, પાર્થ ચેટર્જી તેના ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે કરતો હતો. પાર્થ ચેટર્જી મારા ઘરમાં જ પૈસા રાખતો હતો. તેમ ઈડીના સુત્રોએ જણાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલમાં નોકરી આપવાના કૌભાંડમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. EDએ અર્પિત મુખર્જીના ઘરે દરોડા દરમિયાન 21 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. અર્પિતા મુખર્જી, જે એક સમયે એક્ટર અને મોડલ હતી, તે છેલ્લા કેટલાક સમયથી પાર્થ ચેટરજીની નજીક હતી.

આ પ્રકરણમાં પાર્થ અને અર્પિતાની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા અર્પિતાના ઘરેથી મળી આવેલી નોટોની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.

અર્પિતાએ તપાસનીશ એજન્સી સમક્ષ જણાવ્યું કે, આખી રકમ તેના ઘરના એક રૂમમાં રાખવામાં આવી હતી, જ્યાં માત્ર પાર્થ ચેટર્જી અને તેના લોકોની જ એન્ટ્રી હતી. અર્પિતા કહે છે કે દર અઠવાડિયે કે 10 દિવસમાં એકવાર પાર્થ ચેટર્જી તેના ઘરે આવતો હતો.

દરમિયાન અર્પિતા મુખર્જીના વકીલોએ જણાવ્યું હતું કે, ED દ્વારા તપાસની વિગતો મીડિયામાંથી લીક કરવામાં આવી રહી છે, જે ખોટી છે. આ કેસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.