Site icon Revoi.in

અંકલેશ્વરના પાનોલી GIDCના તળાવ, અલિયાબેટ સહિતના સ્થળોએ વિદેશી પક્ષીઓનું આગમન

Social Share

અંકલેશ્વરઃ શિયાળાની ઋતુ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોએ તળાવો અને સરોવરના છીછરા પાણીનો નજારો મહાણવા માટે વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન થયું હોય છે. ત્યારે અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી તળાવ,ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહિત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી મહેમાન બન્યા છે. હવાના પ્રદૂષણ વચ્ચે પણ માઈગ્રેટ પક્ષીનો વસવાટ થતા અચરજ જોવા મળી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લો છેલ્લા 20 વર્ષથી માઈગ્રેટ બર્ડનું આશ્રયસ્થાન બન્યું છે. જિલ્લામાં 7 થી વધુ સ્થળે માઈગ્રેટ બર્ડ શિયાળા દરમિયાન આવી વસવાટ કરી રહ્યા છે. કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે. જોકે સતત્ત રેતી ખનન વચ્ચે ફ્લેમીંગો ધીરે ધીરે સ્થળ આગળ વધારી રહ્યા છે. જ્યારે પાનોલી જીઆઇડીસીમાં વધુ સંખ્યા માઈગ્રેટ અનેક બતક સહિત ભરણ ગામ ખાતે આ ઉપરાંત ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલ ડક, સ્પૂન બીલ્ડ ડક, પેલિકેન સહિત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવી રહ્યા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ હોવાની સાથે અહીં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા છે. ખાસ કરીને અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણની બુમરાણ જોવા મળે છે. આ વચ્ચે પાનોલી GIDCના જ તળાવમાં હજારો સંખ્યામાં માઈગ્રેટ પક્ષીઓ છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી આવી રહ્યા છે. સરકારી પશુ ચિકિત્સક અને તજજ્ઞોના મત અનુસાર માઈગ્રેટ બર્ડ ઘણા સેન્સિટિવ હોય છે.  પોતાને માફક વાતાવરણ નહીં મળે તો તેવો અન્યત્ર ખસી જતા હોય છે. ત્યારે જિલ્લા પ્રદૂષણની ફરિયાદ વચ્ચે પણ યાયાવાર પક્ષીઓની હયાતી જોવા મળી રહી છે. જે ખરેખર આવકારદાયક બાબત છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અંકલેશ્વર સહિત જિલ્લાના અનેક ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ વચ્ચે અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ, કબીરવડ, અલિયાબેટ વેટલેન્ડ વિસ્તાર ઔદ્યોગિક વસાહતની સૌથી નજીક હોવા છતાં અહીં પ્રતિવર્ષ યાચવાર પક્ષીઓ આવી રહ્યા છે. તેની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. આ પક્ષીઓ ઘણા સેન્સિટિવ હોય છે. આવા વાતાવરણમાં પણ તેવો અહીં હજારો કિલોમીટરની ઉડાન ભરી આવી વસવાટ કરે છે. પ્રદુષણ ફરિયાદ વચ્ચે પણ પક્ષીઓનો વસવાટ જોવા મળી રહ્યો  છે.