Site icon Revoi.in

દૂરદર્શન પર પ્રસારિત  થતી ‘રામાયણ’ સિરીયલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીવું 83 વર્ષની વયે નિધન

Social Share

મુંબઈઃ- ભારતભરમાં ખૂબ જ પ્રચલીત દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા એવા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાતે નિધન થયું છે. અભિનેતાના મૃત્યુના સમાચારથી મનોરંજન જગત સહિત પરિવારના લોકોમાં શોક જોવા મળ્યો છે ,તેમના મૃત્યુની તેમના સંબંધીઓ દ્રારા પૃષ્ટિ કરવામાં આવી છે. તેમણે 83 વર્ષની વયે વયસંબંયદિત બિમારીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતા અરવિંદ ત્રિવેદીના ભાઈના પુત્ર કૌસ્તુભ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મંગળવારને 5 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યે તેમનું નિધન થયું હતું.તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીમાર હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. આવી સ્થિતિમાં તેઓને બે-ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે એક મહિના પહેલા ફરી એક વખત હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો હતો. તેમને મંગળવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો અને કાંદિવલીમાં તેમના ઘરે તેમનું અવસાન થયું.આ પહેલા ચાલુ વર્ષના મે મહિનામાં અરવિંદ ત્રિવેદીના મૃત્યુના સમાચારોની અફવાઓ જોર પકડ્યું હતું ,જો કે ત્યાર બાદ તે ફેક હાવોની પૃષ્ટિ પણ કરાઈ હતી.

રામાનંદ સાગરે બનાવેલી રામાયણમાં અરવિંદ ત્રિવેદીએ રાવણની મજબૂત ભૂમિકા ભજવી હતી. તેમણે એવી ભૂમિકા ભજવી હતી કે આજ દિન સુધી તેમની સમાન છબી લોકોની નજર સામે રહે છે.આજે પણ જ્યારે રાવમનું નામ આવે છે તો દર્શકોની આંખો સામે અરવિંદ ત્રિવેદીનો ચહેરો તરી આવે છે.

અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938 ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમની શરૂઆતની કારકિર્દી ગુજરાતી રંગભૂમિથી શરૂ થઈ હતી. તેનો ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમાનું જાણીતું નામ છે અને તેણે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદી, જેમણે લોકપ્રિય હિન્દી શો રામાયણ સાથે દેશના ઘર ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.તેમણે લગભગ 300 હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો.