Site icon Revoi.in

ભારત આઝાદ દેશ હોવાથી અમેરિકા તેની ઉપર હુકમ કરવાની હિંમત નથી કરી શકતું : ઈમરાન ખાન

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીને આવતા અઠવાડિયે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની બેઠક દરમિયાન પૈસાની ભીખ માંગશે. ઈમરાને કહ્યું કે બિલાવલ ભુટ્ટોમાં એટલી હિંમત નથી કે તેઓ બ્લિંકનને મુશ્કેલીમાં મુકી શકે. તેઓ જાણે છે કે બિલાવલ અને તેના પિતા આસિફ અલી ઝરદારીના પૈસા આખી દુનિયામાં ક્યાં છે.

ઈમરાને કહ્યું કે, અમેરિકન સેક્રેટરી બ્લિંકન આ બાબતો સારી રીતે જાણે છે, તેથી બિલાવલમાં અમેરિકાને ગુસ્સે કરવાની હિંમત નથી. જો તેણે કર્યું, તો તે બધું ગુમાવશે. ઈમરાને કહ્યું કે, ‘બિલાવલની તમામ સંપત્તિ દેશની બહાર છે, આવી સ્થિતિમાં તે અમેરિકાને પરેશાન કરી શકે નહીં. જો તે કરશે, તો તે બધું ગુમાવશે.”

ફૈસલાબાદમાં રેલી દરમિયાન ઈમરાને બિલાવલ અને તેના પિતા આસિફ અલી ઝરદારી પર પ્રહારો કર્યા હતા. આ બંનેને ભ્રષ્ટ ગણાવતા તેમણે આરોપ લગાવ્યો કે, તેઓએ આખી દુનિયામાં પોતાની સંપત્તિ છુપાવી છે. અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે તે માત્ર પોતાનો ફાયદો જ જુએ છે. તે કોઈપણ દેશને ત્યાં સુધી મદદ કરતું નથી જ્યાં સુધી તે તેના હિતમાં ન હોય. અમેરિકા ભારત પર હુકમ ચલાવવાની હિંમત કરી શકતું નથી કારણ કે ભારત એક આઝાદ દેશ છે.

ઈમરાન ખાને કહ્યું, ‘અમેરિકાએ હુમલો કર્યા વિના પાકિસ્તાનને પોતાનો ગુલામ બનાવી લીધું છે. પાકિસ્તાનના લોકો આયાતી સરકારને ક્યારેય સહન કરશે નહીં. તેણે વધુમાં કહ્યું કે, જો અમેરિકા બિલાવલની મદદ કરશે તો તે તેના ગળામાં સાંકળ બાંધી દેશે. તે તેમને કહેશે કે ભારત સાથે મિત્રતા ન કરો અને ગુલામી ન કરો અને કહેશે કે કાશ્મીરને ભૂલી જાઓ. ઇઝરાયેલ પેલેસ્ટિનિયનો સામે જે કરી રહ્યું છે તે કરવા દો.