Site icon Revoi.in

શિયાળો આવતા જ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા પણ વધે છે, કંટ્રોલ કરવા ડાયટ માં આટલી વસ્તુઓ ને કરો સામેલ

Social Share

હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે આ સિઝન માં કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાઓ પણ વધે છે આવી સ્થિતિ માં આપણે આપના ખોરાક પાણી અને લાઈફ સ્ટાઈલ પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે . ખાસ કરી ને કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા અનેક ખોરાક માં ફેરફાર કરવાની જરૂર હોય છે આજે આ ફેરફાર વિશે માહિતી મેળવીશું .

શિયાળામાં કોલેસ્ટ્રોલ બનવાનું જોખમ વધારે હોય છે. આ સમસ્યા ઘણીવાર ઠંડીના દિવસોમાં થાય છે, તેથી જ નિષ્ણાતો ઠંડા હવામાનમાં સક્રિય રહેવાની અને શારીરિક પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપે છે.  આ ઋતુમાં આ ફાઈબરથી ભરપૂર હોય તેવો ખોરાક લેવો જોઈએ 

લીલા પાંદડાવાળા શાકભાજી બેસ્ટ ઓપ્શન છે  શિયાળાની ઋતુમાં ઘણી બધી લીલા શાકભાજી ઉપલબ્ધ હોય છે, તેનો તમારા આહારમાં સમાવેશ કરવો તમારા માટે સારો વિકલ્પ રહેશે. તે હેલ્ધી હોવા ઉપરાંત સ્વાદમાં પણ ભરપૂર છે.

આ સાથેજ દરરોજ સવારના નાસ્તામાં ઓટ્સ ખાઓ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ઓટ્સ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમારે તમારા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવો જ જોઇએ.

આ સાથે જ એવોકાડો બેસ્ટ ઓપ્શન છે એવોકાડોમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અસરકારક છે. તમે એવોકાડો સાથે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો અને તેને તમારા આહારમાં તંદુરસ્ત અને સ્વાદિષ્ટ રીતે સામેલ કરી શકો છો.

સરે જ કઠોળને તમારા આહારનો ભાગ બનાવો કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે કઠોળ વરદાન સાબિત થાય છે. તેમાં સોલ્યુબલ ફાઈબર મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તંદુરસ્ત આહાર ઉપરાંત, તમારે તમારી દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવો જોઈએ. દરરોજ યોગ કરવાથી તમે ફિટ રહેશો અને ઘણી બીમારીઓથી પણ દૂર રહેશો.