Site icon Revoi.in

તુવેરદાળનો પુરતો જથ્થો ન ફાળવતા રેશનિગના દુકાનદારોને રોજ ગ્રાહકો સાથે થતી માથાકૂટ,

Social Share

અમદાવાદઃ રાજયભરમાં પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા ઘણાં સમયથી રેશનકાર્ડ ધારકોને રાહતદરે તુવેરદાળની ફાળવણી કરવામાં આવે છે. જો કે કેટલાક સમયથી તુવેરદાળની ફાળવણીમાં સતત અનિયમિતતા જોવા મળી રહી છે. તંત્રવાહકો દ્વારા વેપારીઓને પુરતા પ્રમાણમાં તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેના કારણે વારંવાર વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે અવાર-નવાર માથાકૂટ થઈ રહી છે. તુવેરદાળનો અપુરતો મોકલાતો હોવાથી રેશનિંગના દુકાનદારો પરેશાની ભોગવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગત માર્ચ મહિનામાં તુવેરદાળનો પુરતો જથ્થો રેશનિંગના દુકાનદારોને ફાળવાયો નહતો. તેવી જ રીતે એપ્રિલ મહિનામાં પણ તુવેરદાળની ફાળવણીમાં ધાંધીયા થયા છે. રાજ્યના અનેક જિલ્લામાં હજુ એપ્રિલ મહિનાની તુવેરદાળની ફાળવણી કરવામાં આવી જ નથી જ્યારે અમુક જિલ્લામાં માત્ર 50 ટકા જ તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા ડિમાન્ડ મુજબની રકમ ભરવા છતાં 50 ટકા જ દાળનો જથ્થો ફાળવવામાં આવતા રેશનિંગના દુકાનદારોમાં બુમરાણ ઊઠી છે.

સૂત્રોએ કહ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવી હાલત છે. રેશનીંગના દુકાનદારો અગાઉથી જ ડિમાન્ડ મુજબની રકમ જમા કરાવી દે છે. છતાંયે તુવેદદાળનો પુરતો જથ્થો ફાળવાતો નથી. એટલે રેશનિંગના દુકાનદારો અડધા ગ્રાહકોને તુવેરદાળ આપી શકે છે. એટલે જે ગ્રાહકો બાકી રહ્યા હોય તેઓ દુકાનદારો સાથે માથાકૂટ કરે છે. આથી રેશનિંગના દુકાનદારોએ જિલ્લા પુરવઠા અધિકારીઓને રજુઆતો પણ કરી છે. છતાંયે કોઈ ઉકેલ આવતો નથી. રાજકોટ જિલ્લામાં ચાલુ માસના 10 દિવસો વીતી ગયા છતાં આજ સુધીમાં માત્ર 50 ટકા જ તુવેરદાળના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે 50 ટકાથી વધુ રેશનકાર્ડ ધારકો તુવેરદાળથી વંચિત રહી ગયા છે જેના કારણે ભારે દેકારો સર્જાયો છે. (File photo)