Site icon Revoi.in

લીંબુની આવકમાં વધારો થતાં ભાવ ઘટ્યા, ટમેટાંની આવક ઘટતાં ભાવ વધ્યા

Social Share

રાજકોટઃ રાજ્યમાં વધતી જતી ગરમીમાં લીંબુનો વપરાશ વધ્યો હતો. પણ લીંબુના ભાવ આસમાને પહોંચતા લોકોએ લીંબુ ખરીદવાનું બંધ કરી દીધુ હતું . લીંબુના ભાવ સામાન્ય લોકોને પરવડી શકે તેવા નહતા. હવે લીંબુની આવકમાં વધારો થતાં તેના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તો બીજીબાજુ ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ ટમેટાંની આવક ઘટી હોવાથી તેના ભાવમાં વધારો થયો છે.

ઉનાળા સખત ગરમીવચ્ચે લીંબુના ભાવ ઉચકાયા હતા. ગૃહીણીઓનું બજેટ વે૨વિખે૨ થઈ ગયુ હતું. ત્યારે છેલ્લા 10 દિવસની લીંબુના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળી છે. લીંબુની લોકલ આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે ગૃહીણીએ પણ હાશકારો અનુભવ્યો છે. લીંબુના હાલના ભાવ રૂા.100 થઈ ગયા છે. આવકમાં વધારો નોંધાતા ભાવ પ૨ મોટી અસ૨ પડી છે. છેલ્લા એકાદ પખવાડિયાથી અમદાવાદથી રાજકોટ યાર્ડમાં આવતા લીંબુની લોકલ આવક શરૂ થઈ ચૂકી છે. ભાવનગ૨, અમરેલી, હળવદ, વિસ્તારમાંથી પણ  લીંબુની આવક થઈ ૨હી છે. સોમવારે 283 ક્વિન્ટલ લીંબુની આવક થઈ હતી. સામે નિકાલ પણ થતો હોવાની યાર્ડમાં લીંબુની રોજ આવક થઈ ૨હી છે. માર્કેટ યાર્ડના વેપારીના જણાવ્યા મુજબ 300 થી 400 સુધીના ભાવે પહોંચેલા લીંબુના ભાવ પ્રતિકિલોના હાલ 100 થી 150 ના થઈ ગયા છે. 50 થી 60 ટકાના ભાવ ઘટાડો નોંધાયો છે. લીંબુના ભાવ તો ઘટયા પરંતુ સામે ટમેટાના ભાવ વધી ગયા છે. કર્ણાટકમાં વ૨સાદ પડવાના કા૨ણે ટમેટાનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ટમેટાની આવક વિભાજીત થઈ ગઈ છે. હવે ટમેટા બેંગ્લો૨થી આવવાના બદલે મહારાષ્ટ્રમાંથી બેંગ્લો૨ મોકલવામાં આવી ૨હયા છે. જેના કા૨ણે આવકનું વિભાજન થઈ ગયુ છે. હાલ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, અમદાવાદથી ટમેટાની આવક થઈ ૨હી છે. આ ઉપરાંત સતત પડતા તાપની અસ૨ પણ ટમેટાની આવક પ૨ થઈ ૨હી છે. 20 કિલો ટમેટામાંથી યાર્ડે પહોંચતા પહોંચતા 4 થી 5 કિલો ટમેટા બગડી જાય છે અને ફેંકી દેવા પડે છે. આથી ટમેટાના હોલસેલ ભાવ રૂા.30 થી 50 ના કિલો છે. આગામી દિવસોમાં ચોમાસાની સીઝન શરૂ થવા જઈ ૨હી છે. ત્યારે 7 માં મહિનાથી નવી આવક શરૂ થશે આગામી મહિનામાં પણ શાકભાજીના ભાવ વધઘટ થઈ શકે છે. આગામી શાકભાજીના ભાવ અન્ય રાજયોના વ૨સાદ પ૨ નિર્ભ૨ છે.