Site icon Revoi.in

અસદુદ્દીન ઓવૈસીનું રાહુલ ગાંધીને ચેલેન્જ, કહ્યું ‘વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડીને બતાવે રાહુલ ગાંધી”

Social Share

દિલ્હીઃ દેશમાં આગામી વિઘાનસભાની ચૂંટણીઓને લઈને ગતિવિઘી તેજ બનતી જોવા મળી રહી છે ત્યારે કમામ વિપક્શો પણ અંદોરોઅંદર બાખડી રહ્યા છએ આ શ્રેણીમાં વિતેલા દિવસે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને એક ચેલેન્જ આપ્યું છે.

જાણકારી પ્રમાણે અસદુદ્દીન ઓવૈસીએ  રાહુલ ગાંઘીને આગામી લોકસભાની ચૂંટણી વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી લડવાનો પડકાર ફેંક્યો હતો.ઓવાસીએ આ પડકાર ત્યારે આપ્યો કે  જ્યારે તેઓ તેમના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

આ સાથે જ ઓવૈસીએ મહિલા આરક્ષણ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને લાલુ યાદવની પાર્ટી આરજેડીના નેતાઓ સંસદમાં મુસ્લિમોનું નામ લેતા ડરે છે. મેં ઉભા થઈને કહ્યું કે મુસ્લિમ અને ઓબીસી મહિલાઓને પણ અનામત મળવી જોઈએ. તેઓ મને કહેતા રહે છે કે હું મહિલાઓની વિરુદ્ધ છું, પરંતુ સત્ય એ છે કે તમે મહિલાઓ, ઓબીસી અને મુસ્લિમોની વિરુદ્ધ છો.

જનસભા સંબોઘિત કરતા આ દરમિયાન તેમણે કહ્યું કે સૌથી જૂની પાર્ટીના શાસન દરમિયાન ઉત્તર પ્રદેશનું વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “હું તમારા નેતા ને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર આપું છું. તમે મોટા મોટા નિવેદનો આપતા રહો, મેદાનમાં આવો અને મારી સામે લડી બતાવો. કોંગ્રેસના લોકો ઘણું કહેશે, પરંતુ હું આ માટે પણ તૈયાર છું.”

ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કોંગ્રેસ અને AIMIM વચ્ચે ટક્કર ચાલી રહી છે કારણ કે આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો ટોચ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય સામે લડવું આ મહિનાની શરૂઆતમાં, રાહુલ ગાંધીએ તેલંગાણાના તુક્કુગુડામાં વિજયભેરી સભામાં બોલતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી, ભારત રાષ્ટ્ર સમિતિ અને AIMIM તેલંગાણામાં સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેમની પાર્ટી આ ત્રણેય સામે લડી રહી છે.ત્યારે હવે ઓવાસીએ રાહુલ ગાંઘીને પડકાર ફેંક્યો હતો.