Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી અશોક ગેહલોત બહાર થયા ઃ કહ્યું, ‘મેં સોનિયા ગાંઘી પાસે માફી માંગી ‘

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીની રેસ વધુને વધુ રસપ્રદ બનતી  જોવા મળી રહી છેસ દિગ્વિજ. સિંહની એન્ટ્રી બાદ આ રેસ રસપ્રદ બની છે ત્યારે હવે હાલ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે બેઠકો પર બેઠકો મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે પ્ર અશોક ગેહલોતે હવે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બર સુધી એટલે કે આવતી કાલ સુધી ચાલવાની છે.

આ સાથે જ અધ્યક્ષ પદનું ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

આ બાબતને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનિયા ગાંધીને મળવા આવેલા અશોક ગેહલોત તેમની સાથે એક પત્ર લઈને આવ્યા હતા. તેમાં લખ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સાથે મારી લાંબી વાત થઈ. હું એક વફાદાર સૈનિક તરીકે 50 વર્ષથી કોંગ્રેસમાં છું. સીએલપીની બેઠકમાં જે કંઈ પણ થયું તેનાથી હું સ્તબ્ધ થઈ ગયો. મેં સોનિયાજીની માફી માંગી છે. મને દુઃખ થયું છે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સોનિયા ગાંધી સાથેની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેઓ જાણતા નથી કે તેઓ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે કે નહીં. તેમણે કહ્યું કે ગયા દિવસે જે પણ થયું તેના માટે મેં સોનિયાજીની માફી માંગી છે.