Site icon Revoi.in

એશિયાકપ-2022: પાકિસ્તાને અંતિમ સમયે પોતાના આ બોલરને કર્યો સામેલ,મોટો સટ્ટો રમાવાની સંભાવના

Social Share

મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી રાહ કરી રહ્યાં છે.

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.

એશિયા કપ 2022ની શરૂઆત આજથી થઇ રહી છે, આ પહેલા જ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી, તેના એક પછી એક સ્ટાર બૉલરો ઇજાગ્રસ્ત થઇને બહાર થઇ રહ્યાં હતા, જોકે હવે પાકિસ્તાને છેલ્લી ઘડીએ મોટો દાંવ રમ્યો છે. પાકિસ્તાને પોતાના ફાસ્ટ બૉલર મોહમ્મદ વસીમ જૂનિયરને બહાર થવા પર તેની જગ્યાએ છેલ્લી ઘડીએ હસની અલીને ટીમમાં સામેલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આજની ભારત પાકિસ્તાન પરની મેચ મોટી સંખ્યામાં સટ્ટો પણ રમાવવાની સંભાવના છે, આ બાબતે પોલીસના સૂત્રો અને પોલીસ પણ સતર્કતાથી કામ કરી રહી છે.

Exit mobile version