Site icon Revoi.in

વર્ષ 2023-24 માટે એશિયાઈ ક્રિકેટ કેલેન્ડરની જાહેરાત,  ભારત-પાકિસ્તાન એક જ ગૃપમાં

Social Share

 

દિલ્હીઃ- એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ જય શાહે આગામી બે વર્ષ માટે એશિયન ક્રિકેટનો રોડ મેપ જાહેર કર્યો છે. વર્ષ 2023 અને 2024માં એશિયામાં યોજાનારી મુખ્ય ટૂર્નામેન્ટની માહિતી તેમણે દરેક સાથે શેર કરી છે. આ ક્રિકેટ કેલેન્ડરમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આગામી બે એશિયા કપમાં એક જ ગ્રુપમાં જોવા મળશે. 

આ સાથે એશિયા ક્રિકેટ કાઉન્સિલે મહિલા ક્રિકેટને પણ પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ બે વર્ષમાં સિનિયર એશિયા કપ (એશિયા કપ 2023), અંડર-19 એશિયા કપ, ઇમર્જિંગ એશિયા કપ સહિત અનેક ક્વોલિફાયર એશિયા ટૂર્નામેન્ટ પણ યોજાશે. 

ઉલ્લેખનીય છે કે  એશિયા કપ 2023 સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. ગઈ વખતે રનરઅપ રહેનાર પાકિસ્તાન આ વખતે યજમાની કરવાનું હતું, જોકે બાદમાં જય શાહે જાહેરાત કરેલી કે પાકિસ્તાનમાં એશિયા કપ રમાશે નહીં. આ માટે વેન્યુની જાહેરાત આગામી સમયમાં થઈ શકે છે.

આ સાથે જ વુમન્સ એશિયા કપ સપ્ટેમ્બરે 2024માં રમાશે. ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ સાથે અન્ય બે ટીમો ક્વોલિફાયર દ્વારા ભાગ લેશે.ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ટ્વીટ કરીને આગામી બે વર્ષ માટેનું એશિયન ક્રિકેટ કેલેન્ડર શેર કર્યું છે. તેણે આ સંદર્ભમાં લખ્યું, ‘હું એશિયા ક્રિકેટ કાઉન્સિલનું રોડ મેપ સ્ટ્રક્ચર અને વર્ષ 2023 અને 2024નું ક્રિકેટ કેલેન્ડર રજૂ કરી રહ્યો છું. તે રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા અપ્રતિમ પ્રયાસો અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

જાણો આ વર્ષ દરમિયાન ભઆરતમાં રમાનારી ટૂર્નામેન્ટ વિશે

મેન્સ ચેલેન્જર કપ: ફેબ્રુઆરી, મેન્સ અંડર-16 રિજનલ: માર્ચ, મેન્સ પ્રીમિયર કપ: એપ્રિલ, વુમન્સ T20 ઇમર્જિંગ કપ: જૂન, મેન્સ ઇમર્જિંગ એશિયા કપ: જુલાઈ, મેન્સ વનડે એશિયા કપ: સપ્ટેમ્બર, મેન્સ અંડર-19 ચેલેન્જર કપ: ઓક્ટોબર, મેન્સ અંડર-19 પ્રીમિયર કપ: નવેમ્બર, મેન્સ અંડર-19 એશિયા કપ: ડિસેમ્બરમાં રમાશે.

ભારત પાકિસ્તાન એક જ ગૃપમાં

GAMI એશિયા કપ 2023માં સિનિયર મેન્સ એશિયા કપ માટે ભારત અને પાકિસ્તાનની ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. વર્ષ 2023માં મહિલા એશિયા કપનું આયોજન કરવામાં આવશે નહીં જ્યારે મહિલા એશિયા કપ 2024માં T20 ફોર્મેટમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન પણ એક જ ગ્રુપમાં છે.