Site icon Revoi.in

બાળ લગ્નને લઈને આસામ સરકાર સખ્ત, 8 હજાર આરોપીઓની યાદી તૈયાર – આ મામલે માત્ર બે દિવસમાં જ 2 હજારથી વધુ લોકોની કરાઈ ધરપકડ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને 3 ફેર્બુઆરીના રોજથી આસામ સરકારે બાળ લગ્નના કરાવનારાઓ અને તેમાં સંડોવાયેલા લોકો સામે સખ્ત કાર્યવાહી શકરુ કરી છે. ત્યારે માત્ર 1 દિવસમાં જ રાજ્યની સરકારે 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરી લીધ છે તો આ સાથે જ 8 હજાર આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે બાળ લગ્ન સામેની ઝુંબેશ તેજ બનાવી છે,આ ગુનાઓમાં સંડોવાયેલા પ્રત્યે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે સગીર છોકરીઓ સાથે લગ્ન કરનારા લોકો, લગ્ન કરનારા પંડિતો અને મૌલવીઓની ઝડપી ધરપકડ કરવામાં આવી રહી છે.

વિતેલા દિવસને શુક્રવારથી આ અભિયાન શરૂ કરીને આસામ પોલીસે પહેલા જ દિવસે 2,044 લોકોની ધરપકડ કરી હતી.. પોલીસનું કહેવું છે કે તેમની પાસે ઓછામાં ઓછા 8 હજાર લોકોના નામ યાદી આવી છે. આ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે.

આસામ સરકારે આ લગ્નોને ગેરકાયદેસર જાહેર કરવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણય હેઠળ કાર્યવાહીને વેગ અપાઈ રહ્યો છે આ સહીત રાજ્યના ઘણા જીલ્લાઓમાં ખુદ મહિલાઓએ પણ આ પગલાનો એમ કહીને વિરોધ કર્યો હતો કે તેમની સામે આજીવિકાની સમસ્યા હશે.

હવે આ મામલે આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્માએ જણાવ્યું કે આ અભિયાન શુક્રવાર સવારથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યું હતું અને તે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલુ રહેશે. 23 જાન્યુઆરીના રોજ, આસામ સરકારે નિર્ણય લીધો હતો કે બાળ લગ્નના દોષિતોની ધરપકડ કરવામાં આવશે અને એક વ્યાપક જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ જાહેરાત પછી એક પખવાડિયા કરતાં પણ ઓછા સમયમાં પોલીસે બાળ લગ્નના 4,004 કેસ નોંધ્યા છે.જો કે કુલ 8 હજાર કેસ નોંધવામાં આવ્યા છએ ટૂંક સમયમાં આ તમામ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે.