Site icon Revoi.in

વિધાનસભા બજેટ સત્રઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસના MLA સાઈકલ લઈને પહોંચ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારો અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ આ વખતે મોંઘવારીના મુદ્દે વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને ઘેરશે. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા અને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો થઈ રહ્યો છે. જેથી સામાન્ય નાગરિકોના ખિસ્સા ઉપર અસર પડી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા.