દિલ્હીઃ આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ અત્યારથી જ પ્રચાર પ્રસારના મૂડમાં છએ ત્યારે હવે દિવાળઈ પહેલા 5 રાજિયોની વિઘાનસભાની ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓ દેખાી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે સંભવિત યોજના તૈયાર કરી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે.
રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં આ દિવસોમાં સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાયેલું છે. વર્ષના અંતમાં આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને બધા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા છે.અને દરેક પક્ષો પણ આ માટે એડી ચૌંટીનુ જોર લગાવી રહ્યા છેય.
ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે રાજસ્થાન, મિઝોરમ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે ચૂંટણી પંચે શુક્રવારે તેના નિરીક્ષકોની બેઠક બોલાવી છે.
આ બાબતને લઈને ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી પછી ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી મતદાન કરાવવાની યોજના છે.તો બીજી તરફ આ તમામ રાજ્યોમાં 15 ડિસેમ્બર પહેલા મત ગણતરી થઈ શકે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની મંજુરી બાદ ચૂંટણી કાર્યક્રમને આખરી મંજુરી આપવામાં આવશે અને ત્યાર બાદ તેની જાહેરાત કરવામાં આવશે. આજે નિરીક્ષકોની બેઠક બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો અલગ-અલગ હોઈ શકે છે પરંતુ મત ગણતરી એકસાથે થશે.જાણકારી પ્રમાણે ચૂંટણી પંચ આ રાજ્યોની તારીખો 8 થી 10 ઓક્ટોબરની વચ્ચે જાહેર કરી શકે છે.

