1. Home
  2. Tag "Election"

અમદાવાદમાં ચૂંટણીને લીધે પોલીસ એક્શન મુડમાં, 84 ચેકપોસ્ટ કાર્યરત, 74 આરોપીની ધરપકડ

અમદાવાદઃ  લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા સંદર્ભે પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. શહેર પોલીસે વિવિધ ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તા.16-03-24થી તા.13-04-24 સુધી ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 71 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 84 જેટલી ચેક-પોસ્ટ્સ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન 12,718 લિટર […]

ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો […]

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024: મહિલાઓને 1 લાખ વાર્ષિક, 30 લાખ નોકરીઓ, એમએસપી કાયદાનો વાયદો

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેને ન્યાય પત્ર નામ અપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરેન્ટી આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેના બીજા દિવસે જયપુર અને […]

બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા, હરિયાણાથી દિલ્હી સુધી ભગવા દળને થશે ફાયદો

નવી દિલ્હી: બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સદસ્ય હતા અને ચૂંટણી પણ લડી ચુક્યા છે. વિજેન્દરસિંહનાભાજપમાં સામેલ થવાથી પાર્ટીને દિલ્હીથી લઈને હરિયાણા સુધી ફાયદાની આશા છે. તે હરિયાણાના ભિવાનીના જ વતની છે અને જાટ સમુદાયમાંથી આવે છે. તેવામાં ભાજપની વિરુદ્ધ જાટોની નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના સમાધાનમાં પાર્ટીને મદદ […]

Lok Sabha Elections : બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ચાલ્યું ડાકુઓનું રાજ, વોટ નાખવા માટે જાહેર થતા હતા ફરમાન

લખનૌ: બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ડકૈતોનો પ્રભાવ રહ્યો છે. કોતરોમાં બેઠેલા ડાકૂઓ જેને ચાહે તેને ચૂંટણી જીતાડી દેતા હતા. તેના માટે બકાયદા ફરમાન જાહેર કરવામાં આવતા હતા. ચૂંટણીની હવાની દિશા બદલવી તેમના માટે ડાબા હાથનો ખેલ હતો. 80ના દાયકામાં યુપીના હિસ્સામાં આવનારા બુંદેલખંડના સાતમાંથી છ જિલ્લાઓ- ઝાંસી, જાલૌન, બાંદા, મહોબા, હમીરપુર અને ચિત્રકૂટમાં ડકૈતોનો દબદબો  […]

જેલમાંથી બહાર આવશે AAP સાંસદ સંજય સિંહ, સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરવા કર્યો આદેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો […]

કેજરીવાલ સરકારના મંત્રી આતિશીનો ભાજપમાંથી ઓફર મળ્યાનો દાવો, કહ્યું- રાઘવ ચઢ્ઢા સહીત 4ની થશે ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં નામ ઉછળ્યા બાદ અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રી આતિશીએ મંગળવારે ચુપકીદી તોડતા ભારતીય જનતા પાર્ટી પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. આતિશીએ દાવો કર્યો છે કે તેમના એક નિકટવર્તી વ્યક્તિના માધ્યમથી ભાજપે તેમનો સંપર્ક કર્યો છે. આતિશીએ કહ્યું છે કે જો તે બાજપમાં સામેલ નહીં થાય, તો એક માસમાં તેમને એરેસ્ટ […]

પશુપતિ પારસે લગાવી ઈન્ડિયા ગઠબંધનમાં જવાની અટકળો પર બ્રેક, પીએમ મોદી સાથેની તસવીર કરી પોસ્ટ

નવી દિલ્હી: બિહારમાં એનડીએની સીટ શેયરિંગમાં આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસના હાથ ખાલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ બેઠક મળી ન હતી. તેના પચી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પશુપતિ પારસ હવે બાગી તેવર દેખાડી શકે છે અને તેઓ ઈન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા છે. પરતું હવે પશુપતિ પારસે સ્પષ્ટ […]

1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું […]

ચૂંટણી પહેલા નક્સલવાદ પર મહાપ્રહાર, છત્તીસગઢ એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

બીજાપુર: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના બીજાપુરમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં જવાનોએ ગોળીબાર કરતા 6 નક્સલીઓ ઠાર થયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જીતેન્દ્રકુમાર યાદવે કરી છે. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની ટીમમાં કોબરા 210, 205 અને સીઆરપીએફ 229 બટાલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code