Site icon Revoi.in

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટમાં પીએમ મોદીએ એ કહ્યું કે યુપીએ નવી ઓળખ બનાવી છે – જાણો તેમણે કહેલી વાતોના કેટલાક અંશો

Social Share

લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટિનું ઉદ્ધાટન કર્યું હતું આ દરમિયાન તેમના ભાષણમાં તેમણે ઉત્તરપ્રદેશની ગાથા વર્ણવી હતી તેમણે ઉત્તરપ્રદેશના વખામ કર્યા હતા  આ સમિટ 3 દિવસ ચાલવાની છે.વડાપ્રધાનની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હતા.

પીએમ મોદી લખનૌમાં મુખ્ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ  2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ 10-12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. સમિટમાં રોકાણકારોને આવકારતા મોદીએ તેમને ઉત્તર પ્રદેશના આરોગ્ય, શિક્ષણ, હરિયાળી વૃદ્ધિ અને સામાજિક માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરવા વિનંતી પણ કરી હતી.અને ઉત્તરપ્રદેશના કાર્યો પણ ગણાવ્યા હતા.

પીએમ એ ડિજીટલ ક્ષએત્રની વાત કરતા કહ્યું હતું કે આજે ભારતમાં સોશિયલ, ડિજિટલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા કામનો યૂપીને પણ મોટો ફાયદો થયો છે.  ડઝનેક પુરાતન કાયદાઓ નાબૂદ કર્યા છે અને આજે ભારત ખરેખર માપદંડના માર્ગ પર જોવા મળે છે.

આ સાથે જ તેમણે કહયું કે  ઉત્તર પ્રદેશે વેપાર કરવાની સરળતા સાથે રાષ્ટ્રનો “વિચાર અને અભિગમ બદલી નાખ્યો છે અને તે “આજે, ઉત્તર પ્રદેશ સુશાસન, શાંતિ, કાયદો અને વ્યવસ્થા અને સ્થિરતા માટે જાણીતું  પણ બન્યું છે.

જાણો પીએમ મોદીએ આ સમિટમાં કહેલી કેટલીક વાતો

Exit mobile version