Site icon Revoi.in

UN માં યુક્રેને હુમલાને કારણે થયેલા નુકસાન માટે રશિયા પાસેથી વળતર માંગતો પ્રસ્તાવ રજૂ કર્યો – ભારત વોટિંગથી રહ્યું દૂર

Social Share

દિલ્હીઃ- ફ્રેબુઆરીના અંતથી રશઇયા દ્રારા યુક્રેન પર આક્રમક હુમલાો કરવાની શરુઆત થઈ હતી જે અત્યાર સુધી શરુ છે જેમાં યુક્રેનના આર્થિક રીતે મોટૂ નુકશાન થયું છે તો સેંકડો લોકોના જીવ પણ ગયા છે ત્યારે વિતેલા દિવસને સોમવારના રોડ સંયુક્ત રાષઅટ્રની મહાસભામાં યુક્રેને રશઇયા પાસે આ નુસશાન માટે વળતરની માંંગ કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશો દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટમાં યુક્રેનમાં રશિયાની કાર્યવાહી માટે તેની નિંદા કરવાનું કહેવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ પ્રસ્તાવ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું જો કે ભારતે યુક્રેનના આ પ્રસ્તાવમાં વોટ આપ્યો ન હતો તેણે રશિયાની તરફેણ કરતા વોટિંગથી દૂરી બનાવી હતી,સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ  રશિયાને યુક્રેન પરના હુમલા માટે જવાબદાર ઠેરવવાની હાકલ કરી છે.

આ પ્રસ્તાવમાં  કુલ 94 દેશોએ ઠરાવની તરફેણમાં જ્યારે 14 દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત 73 દેશોએ મતદાનમાં ભાગ લીધો જ ન હતો.સંયુક્ત રાષ્ટ્રમાં યુરોપિયન યુનિયનના મિશને એક ટ્વીટ કર્યું હતું.  યુએન જનરલ એસેમ્બલીએ માન્યતા આપી છે કે યુક્રેન વિરુદ્ધ તેના આક્રમણ માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. તેને 94 થી 14 મત દ્વારા સ્વિકારાયુંઆ યુએનજીએ ઠરાવ નુકસાનના દસ્તાવેજીકરણ અને નુકસાન માટે યોગ્ય વળતર માટે એક મિકેનિઝમ ગોઠવવાની ભલામણ કરે છે.