Site icon Revoi.in

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં આગલાગવાની ઘટના, લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Social Share

દિલ્હીઃ- આજરોજ સોમવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. તમામને વોર્ડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી ગઈ છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે અહીં એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે આગ લાગી હતી.

આ મામલે અધિકારીઓએ  જણાવ્યું કે આ આગ લાગવાની ઘટના 12 વાગ્યા આસપાસ બની હતી, ત્યારબાદ છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા,દિલ્હી એઈમ્સ આગ લાગવાની ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી  આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાલ પણ ચાલી રહી છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જો કે સમય સૂચકતા સાથે અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ આગ એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં આગ લાગી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, એઈમ્સ હોસ્પિટલમાં આગની માહિતી મળતાં જ છ વાહનોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ લગભગ 12 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દળ સ્થળ પર હાજર છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.