Site icon Revoi.in

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ને દર્શકોનો શાનદાર પ્રતિસાદ- બીજા દિવસે બોક્સ ઓફીસ પર કલેક્શન 18 કરોડને પાર

Social Share

મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડની ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે જો કે શુક્રવાર ેરિલીઝ થયેલી કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મે રંગ જમાવ્યો છે,પ્રથમ દિવસે જ દરેક શો બૂક થયા હતા ત્યારે બીજા દિવસને શનિવારે પણ કરોડોની કમાણી કરી લીધી છે.

શુક્રવારે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ વર્ષે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોની સરખામણીમાં અનીસ બઝમીની ફિલ્મે સૌથી મોટી ઓપનિંગ  કરી છે.

બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા 2’ એ પહેલા જ દિવસે લગભગ 14.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.જ્યારે વિતેલા દિવસને શનિવારના રોજ ઓ ફિલ્મ 18 કરોડને પાર લકેક્શન કર્યું છે.

ર ‘ભૂલ ભુલૈયા 2’ એ બીજા દિવસે કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પ્રારંભિક અનુમાન અનુસાર, ફિલ્મે શનિવારે લગભગ 18.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે ‘ભૂલ ભુલૈયા 2’એ અત્યાર સુધીમાં કુલ 32 કરોડનું કલેક્શન કર્યું છે.

 

 

Exit mobile version