Site icon Revoi.in

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે.

એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;

“હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે અને વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે.”

 

WHOએ અત્યાર સુધીમાં ફાઈઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો/સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, જોનસન એન્ડ જોનસન-જાનસેન, મોડર્ના અને સિનોફાર્મને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ એઓએ ટ્વીટ કર્યું, “TGA દ્વારા કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ રસી મુસાફરીના હેતુ માટે માન્ય રહેશે.” દરમિયાન, ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદ સોમવારે ફરીથી ખોલવામાં આવી હતી. લગભગ 20 મહિનાના કઠોર પ્રતિબંધોનો અંત આવ્યો.