Site icon Revoi.in

ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન સરેરાશ 42 ડિગ્રી રહેશેઃ હવામાન વિભાગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો  સરેરાશ 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરી વિભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. પરંતુ ગુજરાત પર તેની અસરો જોવા મળશે નહીં. એટલે ગુજરાતમાં ગરમીનું મોજુ યથાવત રહેશે. તેમ રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે, કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાયા હતા. આ સાથે જ 15થી 20 નોટ્સ પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પર દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન આવતા મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન સરેરાશ 42 ડિગ્રીની આસપાસ રહેશે. બુધવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ગરૂવારે 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. હવે પાંચ દિવસમાં તાપમનામાં ખસા કોઈ વધારો કે ઘટાડો થયા તેવી શક્યતા નથી. એટલે કે 14થી 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 7 જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. જેમાં સૌથી વધુ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન આ જ લેવલમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્શિયસની આસપાસ નોંધાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં સવારથી જ ગરમીનો પ્રકોપ વર્તાવવાનું શરૂ થઈ જાય છે. જ્યારે સવારના 9 વાગ્યાથી જ શહેરનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ સવારે 11 વાગ્યા સુધીમાં 34 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. એટલે કે ફક્ત 2 કલાકમાં શહેરનું તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ વધ્યું હતું.