Site icon Revoi.in

અયોધ્યા ટ્રસ્ટ વિશ્વભરના રામ ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, શંખ અને ઘંટ વગાડવા,108 વખત રામનો જાપ સહીત આટલી અપીલ કરી

Social Share

અયોઘ્યાઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું માર મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવા ઈ રહી છ ત્યારે હવે તેની પ્રાણપ્રતિષ્ઠાના દિવસો પણ નજીક આવી રહ્યા છે ત્યારે અયોઘ્યા ટ્ર્સ્ટ તરફથી રોજેરોજ નવી અપડેટ સામે આવતી હોય છે. ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. અભિષેક સમારોહ 22 જાન્યુઆરી 2024 ના રોજ છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 11 થી 1 દરમિયાન યોજાશે.

કાર્યક્રમના સંદર્ભમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશભરના ‘રામભક્તોને’ અપીલ કરી છે કે તેઓ પોતાના નિવાસ સ્થાનેથી જે તે તેમના નજીકના મંદિરોમાં જાય અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના અભિષેક સમારોહ દરમિયાન 108 વખત “જય શ્રી રામ ” નો જાપ કરે. “

આ સાથે જ અયોધ્યા મંદિરના ટ્રસ્ટે ભક્તોને ખાસ અપીલ કરી હતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ટીવી અથવા ડિજિટલ સ્ક્રીન પર લાઈવ જોવા વિનંતી કરી છે. આ સાથે, ટ્રસ્ટે લોકોને તેમના નજીકના મંદિરોમાં એક સાથે “વિજય મંત્ર”, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ના રામ રક્ષા સ્તોત્રનો 108 વાર પાઠ કરવાની સલાહ પણ આપી છે.

એટલું જ નહી ટ્રસ્ટ દ્રારા રામ ભક્તોને આ પાઠ દરમિયાન શંખ ફૂંકવાની પણ અપીલ કરવામાં આવી છે.આ બાબતે સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ X પર પોસ્ટ કરી ટ્રસ્ટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ર વિશ્વભરના રામ ભક્તોને જય શ્રી રામ દ્વારા અપીલ કરી છે! જય શ્રી રામ! જપ કરવા વિનંતી છે.

વઘુમાં ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, તેઓ સાંજે તેમના ઘરોમાં માટીના દીવા પ્રગટાવે અને ભગવાન રામના આશીર્વાદ મેળવવા માટે તેમના પરિવાર સાથે અયોધ્યા જવા માટે સમય પણ કાઢે.આમ રામ મંદિરના ટ્ર્સ્ટ દ્રારા સતત પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અનેક રીતે રામ ભક્તીમાં લીન થવાની અપલી કરવામાં આવી રહી છે અને દેશની જનતા પણ આતુરતાથી આ દિવસની રાહ જોઈ રહી છે.