Site icon Revoi.in

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રિમગર્લ 2’ બોક્સ ઓફીસ પર છવાઈ- ટૂંક સમયમાં 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

Social Share

મુંબઈઃ- 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રિમગર્લ 2 રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે શરુઆતના દિવસોમાં કંઈક ખાસ કમાણી ન કરી હતી પરંતુ રજાઓનો લાભ લઈને ફિલ્મ કમાણી કરવામાં સફળ સાબિત થઈ રહી છે.

આયુષ્માન કે જેઓ હંમેશા કંઈક નવા સબજેક્ટ સાથે ફિલ્મમામં જોવા મળે છે, તેજ રીતે ડ્રિમગર્લ બાદ હવે પાર્ટ 2માં પણ જોરદાર કોમેડિનો તડકો આપીને દર્શકોને હસાવવામાં તે સફળ રહ્યો છે.આ ફિલ્મ હવે ટૂંકાગાળામાં 100 કરોડની ક્લબમાં સામેલ થાય તો નવાી ની વાત નહી હોય કારણ કે રક્ષાબંઘનની રજાઓનો લાભ ફિલ્મને મળ્યો છે આ દિવસોમાં ફિલ્મને દર્શકો સારા મળ્યા છે જે તેનું કલેક્શન કહી બતાવે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે એક વિક પહેલા  રિલીઝ થયેલી ડ્રીમ ગર્લ 2નું કલેક્શન પણ દરરોજ ઝડપથી વધી રહ્યું છે. જે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 100 કરોડનું કલેક્શન કરવા તૈયાર લાગી રહી છે.બોક્સ ઓફિસ ના પ્રારંભિક આંકડા અનુસાર, ડ્રીમ ગર્લ 2 એ સાતમા દિવસે 8.04 કરોડનું કલેક્શન કર્યું છે.

 આ સહીત આ પછી ફિલ્મનું કુલ કલેક્શન સાત દિવસમાં 67.54 કરોડ થઈ ગયું છે. જ્યારે ગદર 2 એ 21માં દિવસે 7.50 કરોડની કમાણી કરી છે, જે ડ્રીમ ગર્લ 2 કરતા થોડી ઓછી છે. કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 10.69 કરોડ, બીજા દિવસે 14.02 કરોડ, ત્રીજા દિવસે 16 કરોડ, ચોથા દિવસે 5.42 કરોડ, પાંચમા દિવસે 5.87 કરોડ અને છઠ્ઠા દિવસે 7.5 કરોડની કમાણી કરી છે. જ્યારે ઈન્ડિયા ગ્રોસની વાત કરીએ તો તેણે 7 દિવસમાં 70.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 80 કરોડ રૂપિયાનું કલેક્શન હાંસલ કર્યું છે.એટલે કે હવે ફિલ્મ 100 કરોડવની ક્લબમાં સામેલ થવાની રેસમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ અનેક હાસ્યકલાકારોથી ભરપુર કોમેડિ ડ્રામા ફઇલ્મ છએ, આયુષ્માન સાથે અનન્યા પાંડ, પરેશ રાવલ ,રાજપાલ યાદવ, અન્નુ કપુર, અસરાની, વિજયરાજ , મનોજ જોશી,  મનજોત સિંહ ,અભિષેક બેનર્જી જેવા કલાકારો હાસ્યની રેલમછેલ કરતા જોવા મળે છે જે દર્શકોને ડાયલોગ્સ ડાયલોગ્સ પર હસવા મજબૂર કરે છે ત્યારે આ ફિલ્મનો જાદૂ હવે ચા્લી રહ્યો છે.