Site icon Revoi.in

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ – ITBPના 11 જવાનોના પરિવારોનું કરાયુ સમ્માન,જેઓ દેશ માટે થયા શહીદ

Social Share

 

દિલ્હીઃ-દેશના જવાનો આપણી સુરક્ષા માટે સતત દેશની સીમા પર ખડેપગે રહે છે, દિલસ રાત પોતાની ફરજ બજાવીને આપણાને સુરક્ષિત રાખે છે,ત્યારે હવે ભારત-ચીન બોર્ડર પોલીસે તેમના 11 શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન કર્યું છે. આ તમામ પરિવારોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા છે.

દેશના જે સૈનિકોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે તેઓ દેશ માટે શહીદ થયા છે. 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશની રાજધાની દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ આઈબીપી જવાનોના પરિવારજનોએ પણ ભાગ લીધો હતો.

ITBPના આઈજી આઈએ, દુહાને  આ મામલે કહ્યું  હતું કે આઈટીબીપીના જવાનો લદ્દાખ અને અરુણાચલ વચ્ચે તૈનાત છે. 21 ઓક્ટોબર 1959ના રોજ હેટ સ્પ્રિંગ વિસ્તારમાં ચીની સેના સાથેની અથડામણ દરમિયાન 10 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આ પછી, 1960 થી, કેન્દ્ર સરકાર આ દિવસને પોલીસ સ્મારક દિવસ તરીકે ઉજવે છે. આ એશ્રેણીમાં  આ વર્ષે 21 ઓક્ટોબરે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને પોલીસકર્મીઓની બહાદુરી અને બલિદાન પરની ફિલ્મ સાથે નેશનલ પોલીસ મેમોરિયલ મ્યુઝિયમ પણ બતાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આઈટીબીપીના ADG એએમ પ્રસાદે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારજનોનું સન્માન કર્યું હતું. 1962માં રચાયેલ આઈટીબીપી, ચીન સાથેની દેશની 3 હજાર 488 કીમી લાંબી સરહદની રક્ષા કરે છે. તે જ સમયે, ITBPના જવાનો પણ આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા કામમાં તૈનાત છે.