Site icon Revoi.in

ડોકટરો સામે આપેલ વિવાદીત નિવેદન બાબા રામદેવ પરત ખેંચેઃ- આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન

Social Share

દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને બાબા રામદેવે આપ્તીજનક કરેલી ટિપ્પણી સંદર્ભે એક પત્ર લખ્યો છે અને આ ટિપ્પણી પાછી ખેંચવા અંગે કહ્યું છે, રામદેવની એલોપેથીને મૂર્ખ બતાવતો એક વીડિયો વાયરલ થયો હતો, અને ડોક્ટરોએ તેના પર સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા બાબા રામદેવને પણ આ વિશે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ યોગગુરુ રામદેવને ડોકટરો વિરુદ્ધ વાંધાજનક નિવેદન પરત ખેંચવા જણાવ્યું છે.

ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે કોવિડ -19 બધા દેશવાસીઓ માટે કોરોના વિરુદ્ધ લડતા તબીબો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દરેક માટે દેવતુલ્ય છે. બાબા@yogrishiramdev નિવેદનથી કોરોના લડવૈયાઓનો અનાદર કરીને દેશની ભાવનાઓને તેઓએ ઇજા પહોંચાડી છે. તેથી, તેમને પત્ર લખીને તેમણે પોતાનો વાંધાજનક નિવેદન પાછું લેવાની વિનંતી કરી છે.

કેન્દ્રીય મંત્રીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, એલોપેથીક દવાઓ અને એલોપેથીક ડોકટરો અંગેની તમારી ટિપ્પણીથી દેશવાસીઓને ભારે દુઃખ થયું છે. આ ભાવના અઁગે મેં તમને પહેલેથી જ ફોન પરઅવગત કર્યા કરી ચૂક્યા છે. સમગ્ર દેશવાસીઓ માટે, કોરોના સામે રાત દિવસ લડતા ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મીઓ ભગવાન સમાન છે. તમારા નિવેદને માત્ર કોરોના યોદ્ધાઓની અનાદર જ કરી નથી, પરંતુ દેશવાસીઓની ભાવનાઓને પણ આજા પહોંચાડી છે. ગઈકાલે તમે જે સ્પષ્ટતા બહાર પાડી છે તે લોકોની દુઃખી લાગણીઓને મટાડવા માટે અપૂરતી છે.

કોરોના રોગચાળાના આ યુગમાં, એલોપેથી અને તેનાથી સંકળાયેલા ડોકટરોએ કરોડો લોકોને નવું જીવન આપ્યું છે, એ કહેવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે એલોપેથીની દવા ખાવાથી કરોડો કોરોના દર્દીઓ મરી ચૂક્યા છે. એલોપેથી મેડિકલ પ્રેક્ટિસને તમાશા, બેકાર અને નાદાર કહેવાતા પણ અફસોસકારક છે. આજે, લાખો લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છે. કોરોનાથી મૃત્યુ દર 1.13 ટકા છે અને પુનઃપ્રાપ્તિ દર 88 ટકાથી પણ વધુ છે. આ પાછળ એલોપેથી અને ડોકટરોનું નોંધપાત્ર યોગદાન છે.

પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી આચાર્ય બાલકૃષ્ણએ સહી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “આધુનિક વિજ્ઞાન અને આધુનિક તબીબી પ્રથા સાથે સ્વામી જીની સારવાર સામે કોઈ ખોટો હેતુ નથી.” તેમની ઉપર જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે ખોટું અને પાયાવિહોણું છે. “