Site icon Revoi.in

શાહિદ કપૂરના ફેંસ માટે આવ્યા ખરાબ સમાચાર,ફિલ્મ ‘જર્સી’ ની રિલીઝ ડેટ ટળી

Social Share

મુંબઈ:શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ તેમનો ઉત્સાહ થોડો ઓછો થઈ શકે છે એ વાત જાણીને કે,તેમની ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે

હાલમાં તેની નવી રિલીઝ ડેટ વિશે નિર્માતાઓ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

આ સિવાય ઈન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ વિશે બીજી એક ચર્ચા છે કે,શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે, તે તદ્દન ખોટું છે.

અગાઉ શાહિદની આ ફિલ્મ 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી.આ ફિલ્મમાં શાહિદ 36 વર્ષના નિષ્ફળ ક્રિકેટર અર્જુન તલવારની ભૂમિકા ભજવી રહ્યા છે, જે પોતાના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે ક્રિકેટના મેદાન પર કમબેક કરે છે.શાહિદની આ ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મ ‘જર્સી’ની રિમેક છે.

 

 

Exit mobile version