Site icon Revoi.in

બહુચરાજીઃ કોરોના મહામારીને પગલે પૂનમના દિવસે માતાજીની પાલખી નીકળશે નહિ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે કેટલાક પ્રતિબંધ નાખવામાં આવ્યાં છે. તેમજ હવે કોરોનાને પગલે ધાર્મિક કાર્યક્રમોને પણ અસર પડી રહી છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં પૂનમાં દિવસે માતાની નીકળતી પાલખી યાત્રા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતેથી 17 જાન્યુઆરીને પોષ સુદ પૂનમની રાત્રીએ નીકળનારી માતાજીની પાલખી બંધ રાખવામાં આવી છે. કોરોના મહામારીને પગલે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દર્શનાર્થીઓના હિત સારૂ માતાજીની પાલખી પૂનમના દિવસે બંધ રહેશે, કોરોનાની આ વૈશ્વિક મહામરીમાંથી સમગ્ર વિશ્વને મા બહુચર મુક્ત કરે અને સમગ્ર જનસમુદાયનું રક્ષણ કરે એવી પ્રાથના વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી દ્રાવા મા બહુચને કરવામાં આવી છે.

(Photo-File)