Site icon Revoi.in

VIDEO: બલોચ લડવૈયાઓનો હાહાકારઃ 12 શહેરો ઉપર કબજો કર્યો, પાકિસ્તાની સૈન્યની નાસભાગ

Baloch fighters captured 12 cities

Baloch fighters captured 12 cities

Social Share

રાવલપિંડી, 31 જાન્યુઆરી, 2026 – Baloch fighters captured 12 cities પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલોચ લડવૈયાઓએ હાહાકાર મચાવી દીધો હોવાના અહેવાલ છે. બલોચ લિબરેશન આર્મી (બીએલએ)ના લડવૈયાઓએ બલુચિસ્તાન ક્ષેત્રના ઓછામાં ઓછા 12 શહેરો ઉપર કબજો કરી લીધો હોવાનું કહેવાય છે.

વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આજે શનિવારે બલોચ લડવૈયાઓએ ઓપરેશન હેરોફ-2 અંતર્ગત મોટાપાયે સુવ્યવસ્થિત હુમલા કરીને અનેક પોલીસ સ્ટેશ ઉપર કબજો કરી લીધો હતો. બલોચોના આ હુમલાથી ડઘાઈ ગયેલા પાકિસ્તાની સૈન્ય જવાનો પોસ્ટ છોડીને નાસી ગયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનની જીયો સમાચાર ચેનલના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં બલોચ આર્મીએ પાકિસ્તાની સૈન્યના 20 જવાનોને ઠાર મારી દીધા છે, જ્યારે બાકીના પાકિસ્તાની સૈનિકો જીવ બચાવવા નાસભાગ કરી રહ્યા છે. જોકે, પાકિસ્તાન સરકારે આ હુમલા અંગે દાવો કર્યો કે, પાકિસ્તાની સશસ્ત્ર દળોએ 58 બલોચ લડવૈયાઓને ઠાર માર્યા છે.

જુઓ વીડિયો…

બલોચોએ આજે મુખ્યત્વે પાકિસ્તાની સંરક્ષણ દળો, સરકારી મકાનોને નિશાન બનાવ્યા છે. આ હુમલા એક સાથે 12 સ્થળે કરેલા હોવાથી બલોચો દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર આજે શનિવારે વહેલી સવારે છ વાગ્યે ક્વેટામાં પ્રચંડ વિસ્ફોટ સાથે બલોચોએ હુમલાની શરૂઆત કરી હતી અને કલાકો સુધી બલોચ આર્મી અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યા હતા.

Exit mobile version