Site icon Revoi.in

RFID ટૈગ વિના હવે રાજધાની દિલ્હીમાં વ્યવસાયિક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

Social Share

 

દિલ્હીઃ- રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ ટેગ વિના વ્યાપારી વાહનોને દિલ્હીમાં પ્રવેશ માટેની છૂટ હવે સમાપ્ત થઈ ગઈ છે. દિલ્હીમાં આવતાં ટૈગ વગરના વેપારી વાહનોનો હવે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. તમામે તમામ 124 ટોલ પોઇન્ટ પર હવે ટૈગ  લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત તાત્કાલિક ટેગલેસ વાહનો પર નવો ટેગ લગાવવામાં આવશે. એવા વાહનો કે જે ટેગ કરેલા છે પરંતુ લાંબા સમયથી રિચાર્જ થયા નથી તે તરત જ રિચાર્જ કરવામાં આવશે.

દિલ્હીના તમામ 124 ટોલ પોઇન્ટ પર આરએફઆઈડી સક્ષમ હેન્ડ હેલ્ડ ડિવાઇસ લગાવવામાં આવી છે. આ પહેલા માત્ર 11 ટોલ પોઇન્ટમાં આરએફઆઇડી હતી.જેને કારણે મોટી સંખ્યામાં વાહનો મેન્યુઅલ ટોલ ભરીને નીકળી જતા હતાં.

ટૈગ વિના વાહનોને રોકવાની સૂચના 14 જૂને જારી કરવામાં આવી હતી. દિલ્હીની તમામ ટોલ પોઇન્ટ્સ પર નોડલ એજન્સી તરીકે, ટોલ એકત્રિત કરવાની જવાબદારી દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. નિગમે વિવિધ કંપનીઓને આ જવાબદારી સોંપી છે.