Site icon Revoi.in

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ગણેશ ચતૂર્થીના પર્વ પર નોનવેજના વેચાણ પર પ્રતિબંધ રખાયો

Social Share

દિલ્હીઃ- આવતીકાલે ગણેશચતૂર્થીનો પર્વ દેશભરમાં મનાવવામાં આવનાર છે જેથી ઠેર ઠેર ગણેશજીના આગમનની તૈયારીઓ થી રહી છએ ત્યારે કેટલાક વિસ્તારોમાં સખ્તી પણ વર્તવામાં આવી રહી છે જો કર્ણટાકની વાત કરીએ તો  બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગણેશ ચતુર્થીના અવસર પર માંસના વેચાણ અને પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે.

બીબીએમપી  એનિમલ એડવાઈઝરી બોર્ડે તમામ માંસની દુકાનના માલિકોને માર્ગદર્શિકા જારી કરી છે.ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. મંદિરોમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મૂર્તિઓના વેચાણ માટે બજાર તૈયાર છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો ધાર્મિક વિધિ મુજબ ગણેશ મૂર્તિની પૂજા અને સ્થાપના કરશે. જ્યારે 27 સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે જેને લઈને માસ ના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

નાગરિક સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે તે સુનિશ્ચિત કરશે કે તહેવાર પર્યાવરણ-મૈત્રીપૂર્ણ રીતે હાથ ધરવામાં આવે અને જો કોઈ ઉલ્લંઘન થશે તો પગલાં લેવામાં આવશે. આયોજકોને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે દાનના નામે લોકો પાસેથી પૈસા પડાવવા નહીં.

આ મામલે BBMPએ આ અંગે સૂચના જારી કરી છે. નાગરિક સંસ્થાએ સમગ્ર શહેરમાં ગણેશ પંડાલનું આયોજન કરનારાઓ માટે નિયમોની યાદી પણ જારી કરી છે. તે જ સમયે, બેંગ્લોરમાં 60 થી વધુ વિન્ડો ક્લિયરન્સ સેન્ટરોએ આયોજકોને પરમિટ જારી કરી છે જેઓ ગણેશ પંડાલ સ્થાપવા માંગે છે.

આ સાથે અહીં પહેલાથી જ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશ મૂર્તિઓના વેચાણ અને ઉત્પાદન પર કડક પ્રતિબંધ લાદી ચૂકી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઉત્પાદકો પર ભારે દંડ લાદવામાં આવશે.