Site icon Revoi.in

તમિલનાડુમાં આગામી એક વર્ષ માટે તમ્બાકુ-ગુટખા પરનો પ્રતિબંધ લંબાવાયો

Social Share

દિલ્હીઃ- દેશના રાજ્ય તમિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી તમ્બાકુ અને ગુટખા જેવા હાનિકારક પ્રદાર્થો પર પ્રતિબંધ લગાવ્યો હતો જો કે આ પ્રતિબંધ હમણા પણ હટશે નહી રાજ્યની સરાકરે આ પ્રતિબંધની સમયમર્યાદા વધારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આપેલી   જાણકારી અનુસાર આગામી એક વર્ષ માટે રાજ્યમાં ગુટખા અને અન્ય તમાકુ આધારિત ઉત્પાદનોના વેચાણ, ઉત્પાદન અને પરિવહન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફૂડ સેફ્ટી કમિશનરે માહિતી આપી હતી કે રાજ્યમાં ગુટખા અને અન્ય તમાકુ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન પર પ્રતિબંધ ચાલુ રહેશે. આના પરનો પ્રતિબંધ 23 મેથી આગામી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે તમિલનાડુમાં ગુટકા અને અન્ય તમાકુ આધારિત ઉત્પાદનોના વેચાણ, ઉત્પાદન અને પરિવહન પર પ્રતિબંધ મૂકતા મે 2018ના નોટિફિકેશનને રદ કરતા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.એટલે કે હાલ પણ રાજ્યમાં આ તમામ વસ્તુઓના પરિવહન વેચાણ કે ખાવા પર બેન રહેશે.

આ બાબતને લઈને તમિલનાડુ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને વધારાના એડવોકેટ જનરલ અમિત આનંદ તિવારીએ ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફે કહ્યું કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને ગુટકા અને અન્ય તમાકુ આધારિત ઉત્પાદનોના વેચાણ, ઉત્પાદન અને પરિવહન પર લાદવામાં આવેલા પ્રતિબંધને યોગ્ય ઠેરવતા સર્વોચ્ચ અદાલતના નિર્દેશને ટાંક્યો છે એટલે કે હજી આગામી વર્ષ  સુધી આ તમામ વસ્તુઓ પરનો પ્રતિબંધ યથાવત રહેશે.