Site icon Revoi.in

વૃક્ષારોપણ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારી બનાસ ડેરીનું ‘અમૂલ ગ્રીન એવોર્ડ’થી સન્માન કરાયું

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ક્લાઈમેટ ચેન્જની સામે લડી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પ્રદુષણ ઓછુ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને તેના જતનનો દ્રઢ નિશ્ચય કર્યો છે. દરમિયાન ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન આણંદ ખાતે બનાસ ડેરીનું ‘અમૂલ ગ્રીન એવોર્ડ ફોર બેસ્ટ પર્ફોમન્સ ઈન ટ્રી પ્લાન્ટેશન 2020-21’થી સન્માન કરવામાં આવ્યું હતું. બનાસડેરીના EMD સંગ્રામભાઈ ચૌધરીએ એવોર્ડ સ્વિકાર્યો હતો.

આ પ્રસંગ્રે બનાસ ડેરીના EMD સંગ્રામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં આવનારા દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાના લક્ષ્ય સાથે હરિયાળો જિલ્લો બને તે દિશામાં બનાસડેરી સાથે સંકળાયેલા લાખો પશુપાલકો આગળ વધી રહ્યા છે. વૃક્ષારોપણ થકી બનાસકાંઠા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવાનો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સંકલ્પ લીધો છે તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પશુપાલકો અને દૂધ મંડળીઓ થકી મોટાપાયે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. “અમૂલ ગ્રીન એવોર્ડ”થી અમે સન્માનિત થતાં ચેરમેનનો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે.