Site icon Revoi.in

બાંગલાદેશઃ નદીમાં સવાર 3 માળની બોટમાં આગની ઘટનામાં 40 લોકોના મોતની પૃષ્ટિ

Social Share

 

દિલ્હીઃ-  બાંગ્લાદેશમાં  ગઈ કાલે શુક્રવારે બપોરે એક મોટી ઘટના બની છે ,મળતી માહિતી પ્રમાણે વિતેલી બપોરના અંદાજે 3 વાગ્યે આસપાસ સુગંધા નદીમાં 3 માળની બોટમાં ભયાનક આગ લાગી હતી આ આગ એટલી ભયાનક હતી કે તેમાં સવારે 40 લોકોએ પોતાના જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.

આ ઘટનામાં સેંકડો લોકો ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.કારણ કે આ હોડીમાં 500થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જ્યારે આ ઘટના બની ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આગ શુક્રવારે સવારે 3:00 વાગ્યે  ઢાકાથી મુસાફરી શરૂ કરનાર બરગુના જતી MV અભિજન-10 લૉન્ચના એન્જિન રૂમમાં લાગી હતી.” જેમાં 140 લોકોના ઘાયલ થવાના સમાચાર પણ છે.

ફાયર વિભાગના એક અધિકારીએ મીડિયાને માહિતી આપી હતી કે આ ઘટનામાં નદીમાંથી અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.ઘાયલ થયેલા અન્ય 50થી વધુ લોકોની અન્ય હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 250 કિલોમીટર દૂર આવેલા ઝાલાકાથી જિલ્લામાં બની હતી.

જો કે આ ઘટનાને લઈને કેટલાક યાત્રીઓ પોતાનો જીવ બચાવવ માટે નદી કૂદી પડ્યા હતો જેમાં કેટલાક લોકો ગૂમ થયા હોવાના પમ સમાચાર સામે આવી રહ્યા છે.આ મામલે જહાજના માલિક, હમ જલાલા શેખે યાંત્રિક ખામીના કારણે તે થયું હોવાનો ઇનકાર કર્યો છે. તેણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ફેરીના બીજા માળે વિસ્ફોટ થયો હતો અને ત્યારપછીની આગ એન્જિન રૂમમાં ફેલાઈ ગઈ હતી.