Site icon Revoi.in

બાંગ્લાદેશમાં મોટી દૂર્ઘટના – કન્ટેનર ડેપોમાં ભીષણ આગ લાગતા 40 લોકોના મોત,450 થી વધુ લોકો ઘાયલ

Social Share

ઢાકાઃ- બાંગ્લાદેશના ચટ્ટગામના સીતાકુંડ જિલ્લામાં કદમરાસુલ વિસ્તારમાં શનિવારે એટલે કે ગઈકાલે રાત્રે એક ખાનગી  શિપિંગ કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે, આ મામલે અધિકારીઓએ આજે  માહિતી શેર કરી ચે

સીતાકુંડા વિસ્તારમાં ડેપોમાં લાગેલી આગમાં લગભગ 450 લોકો ઘાયલ થયા છે અને અધિકારીઓને ભય છે કે મૃત્યુઆંક વધી શકે છે.

આ ઘટનાને પગલે સ્પિટલ ખાતે તૈનાત એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં 40 મૃતદેહો અહીં શબગૃહમાં પહોંચ્યા છે.”ચટ્ટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલની પોલીસ ચોકીમાં તૈનાત પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં રાસાયણિક પ્રતિક્રિયાના કારણે આગ લાગી હોવાનું જણાયું છે.

Exit mobile version