Site icon Revoi.in

અડધી સદી પૂર્વે પાકિસ્તાનથી અલગ થઈ સ્વતંત્ર તરીકે સ્થાપિત થયેલું બાંગ્લાદેશ વિકાસના પંથે

Social Share

 

દિલ્હી:- અનેક પ્રાકૃતિક સમસ્યાઓ સહિત તમામ મુશ્કેલીઓ છતાં સતત આગળ વધી રહ્યું છે. તેનું તાજુ ઉદાહરણ એ છે કે બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ ની આવક ની બાબતમાં પાડોશી દેશ ભારત કરતા પણ આગળ છે.

બાંગ્લાદેશ પ્રતિ વ્યક્તિની આવક 2 હજાર 227 ડોલર છે. જ્યારે ભારતમાં 1 હજાર 947 ડોલર છે.બાંગ્લાદેશના યોજના મંત્રી ના જણાવ્યા અનુસાર પ્રતિ વ્યક્તિ આવક 2 હજાર 064 ડોલરથી વધી 2,227 ડોલર થઈ છે. એ આંકડો વડાપ્રધાન સાથેની કેબિનેટની બેઠકમાં જણાવ્યો હતો. બેઠકમાં વડાપ્રધાન શેખ હસીના પણ ઉપસ્થિત હતા.

જો ભારતના હાલના આંકડાની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ આવક 1,947 ડોલર છે જે બાંગ્લાદેશ કરતા 280 ડોલર ઓછી છે.બાંગ્લાદેશના કેબિનેટ સચિવ એ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 વાહ બાંગ્લાદેશના દરેક વ્યક્તિની આવક 2,227 ડોલર છે જે ગત નાણાકીય વર્ષ કરતા વધારે છે. ગત નાણાકીય વર્ષમાં 2,064 ડોલર હતી. જેમાં લગભગ ૯ ટકાનો વધારો થયો છે.આઝાદી બાદ બાંગ્લાદેશની ગણતરી ગરીબ દેશોમાં થતી હતી

પાકિસ્તાનથી અલગ થયા પહેલા પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ ની ગણતરી ગરીબ વિસ્તારમાં થતી હતી. ૧૯૭૧માં આઝાદી બાદ બાંગ્લાદેશ ભીષણ ગરીબીનો સામનો કરી રહ્યું હતુ. બાંગ્લાદેશમાં પણ જનધનત્વ ભારતની સરખામણીએ વધુ છે આ ઉપરાંત પ્રાકૃતિક આપદા નો પણ સામનો કરી રહ્યું છે. આ તમામ પડકારો વચ્ચે બાંગ્લાદેશ આગળ વધી રહ્યું છે. હકીકત ૨૦૦૬ પછી બાંગ્લાદેશની કિસ્મત બદલાવા લાગી છે તેમજ વિકાસની રેસમાં પણ પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે. હવે અર્થવ્યવસ્થાની બાબતમાં પણ તે ભારતની સરખામણી કરતા અથવા આગળ નીકળતા દેખાઈ રહ્યું છે.

2007માં ભારતની સરખામણીએ બાંગ્લાદેશ ની પ્રતિ વ્યક્તિ આવક અડધી હતી.

જો 2007 ની વાત કરવામાં આવે તો તે સમયે બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ આવક ભારતની સરખામણી ખૂબ ઓછી હતી. જોકે આઈ એફ ના વર્લ્ડ ઇકોનોમિક outlook અનુસાર બાંગ્લાદેશે પ્રતિ વ્યક્તિ આવક માં ભારતને પાછળ પાડી દેશે.

જોકે આ અનુંમાન વર્ષ ૨૦૨૫ માટેનું છે. જોકે ભારતના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ એ આ તુલના ને ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશના આંકડા ની તુલના કરી શકાય નહીં. માર્કેટ એક્સચેન્જ રેટ મને દેશનો એક નથી જેથી બંને દેશોમાં મોંઘવારી દર પણ અલગ અલગ છે. બંને દેશોમાં ડોલરની કિંમત પણ અલગ છે

ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું બાંગ્લાદેશ

મોટાભાગના વિશ્લેષકો માને છે કે હવે બાંગ્લાદેશ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે ૧૯૭૪માં ભયંકર દુષ્કાળ પછી 16.6 કરોડથી વધુ વસ્તી ધરાવતું બાંગ્લાદેશ ખાદ્ય ઉત્પાદન મામલે આત્મનિર્ભર બનવું છે. બાંગ્લાદેશમાં હજુ મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. વિશ્વ બેંક આ આંકડા અનુસાર પ્રતિદિન 1.25 ડોલરમાં જીવનનિર્વાહ કરનારાઓ 2019 માં નવ ટકા લોકો હતા. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ બાંગ્લાદેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. કાપડ ઉદ્યોગમાં ચીન બાદ બીજા ક્રમે છે.