Site icon Revoi.in

બે બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવ સામે દેશભરના બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

Social Share

દેશભરના બેંક કર્મચારીઓ આજે અને કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે.દેશની બે બેંકોના ખાનગીકરણ દરખાસ્ત સામે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ હેઠળ 9 યુનિયને આજે એટલે કે 15 માર્ચ અને આવતીકાલે 16 માર્ચના રોજ હળતાળની ઘોષણા કરી છે.

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે દાવો કર્યો હતો કે, લગભગ 10 લાખ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક સહિત અનેક સરકારી બેંકોએ તેમના ગ્રાહકોને હડતાળના કારણે કામગીરી પર થતી અસર વિશે માહિતી આપી હતી.

UFBU ના સદસ્યોમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કોન્ફેડેરેશન, નેશનલ કોન્ફેડેરેશન ઓફ બેંક એમ્પ્લોઇઝ, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન અને બેંક એમ્પ્લોઇઝ કોન્ફેડેરેશનનો સમાવેશ થાય છે.

-દેવાંશી