Site icon Revoi.in

બારામુલા એન્કાઉન્ટરઃ વધુ એક આતંકી ઠાર ,અત્યાર સુધીમાં 4 આતંકીઓ ઠાર મરાયા

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે.એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર માર્યો છે.એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાંતરુંનો સમાવેશ થાય છે.

બારામુલ્લા જિલ્લામાં ગુરુવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા,જેમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના માલવાહ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ષડયંત્રને અંજામ આપી રહ્યા છે, તો,સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ઢેર કરવામાં આવી રહ્યો છે.જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.

Exit mobile version