Site icon Revoi.in

પ્રભુ શ્રીરામના ભજન ગાઈને ચર્ચામાં આવ્યા કાશ્મીરના બતૂલ ઝહરા, ભણવામાં પણ મેળવી ચુક્યા છે સિદ્ધિ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરના રહેવાસી બતૂલ ઝહરા ફરી એકવાર ચર્ચામાં છે. તેઓ આ વખતે ઈન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ લાવીને ચર્ચામાં આવ્યા હતા. તેઓ ઉરી સીમાની નજીક રહે છે અને પહાડી જનજાતિમાંથી આવે છે. હવે તેમણે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પહાડી બોલીમાં જ ભજન ગાયું છે. તેમનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા પણ જોવા મળ્યા છે.

ઝહરા કહે છે કે આપણા વડાપ્રધાને 11 દિવસનું વ્રત રાખ્યું છે. વડાપ્રધાને આ સંકલ્પ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કર્યો છે. આજે આખો દેસ રામ ગીત ગાય રહ્યો છે. તેમાં આપણું જમ્મુ-કાશ્મીર પણ પાછળ નથી. તેના પછી જહરા પહાડી બોલીમાં ભજન ગાય છે. તેમાં તે કહે છે કે સીતાજીની સાથે શ્રીરામ પધારશે. તે દિવસ આવી ગયો છે. તમામ સ્વાગતમાં ઢોલ વગાડશે. શ્રીરામની સાથે ભક્ત હનુમાન પણ પધારી રહ્યા છે.

કોણ છે બતૂલ ઝહરા ?

બતૂલ ઝહરાએ ટ્રાન્સપોર્ટેશન અને ટ્યૂશન સહીતની ઘણી મૂળભૂત સુવિધાઓના અભાવમાં પણ 12મા ધોરણની પરીક્ષામાં સારો સ્કોર કર્યો હતો. તે મોટાભાગે પગપાળા જ સ્કૂલમાં જતા હતા. બતૂલ આઈએએસ અધિકારી બનવા માંગે છે. તેઓ બારમૂલાના ડેપ્યુટી કમિશનર રહી ચુકેલા ડૉ. સૈયદ સહરીશ અશગરને પોતાના રૉલ મૉડલ માને છે. બતૂલના પિતાનું નામ આરિફ હુસૈન કાઝમી છે.

તેઓ જે પહાડી જનજાતિથી સંબંધ ધરાવે છે, તેને સાંસ્કૃતિક વારસો સંભાળી રાખવા માટે ઓળખવામાં આવે છે. તેમમે ઉરીની જ ઈમામિયા સ્કૂલમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. હાલ તેઓ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મહત્વપૂર્ણ છે કે રામમંદિરને લઈને આખા દેશમાં ઉત્સાહનો માહોલ દેખાય રહ્યો છે. આખો દેશ રામમય દેખાય રહ્યો છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.