Site icon Revoi.in

BCCI એ એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની કરી જાહેરાત – કેએલ રાહુલ અને વિરાટની વાપસી, જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એશિયા કપ 2022 માટે ક્રિકેટરોના નામને લઈને અનેક તર્ક વિચારણાઓ ચાલી રહી હતી છેવટે બીસીસીઆઈ એ એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીસીસીઆ  એ એશિયા કપ 2022 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કર્છેયું . ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ટ હોવાના કારણે આ ટીમમાં સામેલ થી શક્યો નથી.

જો કે  પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ ટીમમાં રમચતા જોવા મળશે. તે છેલ્લે ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. સ્ટાર ઓપનર કેએલ રાહુલનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્આયો છે,ઉલ્ગાલેખનીય છે કે તે છલ્મીલી વખત ફેબ્રુઆરીમાં રમતો જોવા મળ્યો હતો.

આ સહીત ઘણા એવા નામ પણ સામેલ કરાયા છે જે જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામે્યું છે.ભા કુલદીપ યાદવ જેવા સ્પિનરને ટીમમાં સ્થાન મળ્યું નથી, ચહલની સાથે રવિ બિશ્નોઈને  પણ આ વખતે તક આપવામાં આવી છે.

આ સિવાય એશિયા કપની ટીમમાં મોહમ્મદ શમીની ગેરહાજરી એ વાતનો પુરાવો છે કે તે T20 વર્લ્ડ કપની ટીમની રણનીતિનો ભાગ નથી. એશિયા કપ માટે મોહમ્મદ સિરાજને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સિરાજની ટીમમાં પસંદગી ન થવી ચાહકો માટે ચોંકાવનારી છે. હકીકતમાં, જ્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો, ત્યારે સિરાજ સતત ભારતીય ટીમનો ભાગ હતો.જો કે ત્યાર બાદ તેનું સ્થાન મેળવવું મુશ્કેલ બન્યું છે.

આ સહીત આ ટુર્નામેન્ટ માટે ત્રણ ખેલાડીઓને બેકઅપ તરીકે રાખવામાં આવ્યા છે. આ ખેલાડીઓ છે શ્રેયસ અય્યર, દીપક ચહર અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. એશિયા કપ 2022માં ભારતે તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમવાની છે.

Exit mobile version