Site icon Revoi.in

BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી બહાર પાડી ,17 ખેલાડીઓને મળ્યું સ્થાન

Social Share

દિલ્હીઃ- આજરોજ ગુરુવારને 27 એપ્લિના રોજ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે. BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 17 ખેલાડીઓને  સ્થાન આપેલું જોવા મળ્યું છે.

આ સહીત  કેપ્ટન હરમનપ્રીત સિવાય બીસીસીઆઈએ ગ્રેડ Aમાં માત્ર બે જ ખેલાડીઓને સ્થઆન આપવામાં આવ્યું છે જેમાં બીજા નંબરે સ્મૃતિ મંધાના અને ત્રીજા નંબરે દીપ્તિ શર્મા  આ બે ખેલાડીઓ છે જેમને ગ્રેડ Aમાં સ્થાન અપાયું છે.આમ ટોટલ 3 જ ખેલાડીઓને ગ્રેડ એ માં રાખવામાં આવ્યા છે.

બીજી તરફ BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. ત્રણ ખેલાડીઓને A ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. ગ્રેડ Aમાં સ્થાન મેળવનાર ત્રણ ખેલાડીઓને BCCI તરફથી વાર્ષિક 50 લાખ રૂપિયાની રકમ મળશવા પાત્ર બનશે

જો બી ગ્રેડની વાત કરીએ તો  આ સાથે જ 5 ખેલાડીઓને B ગ્રેડમાં સ્થાન મળ્યું છે. આ શ્રેણીના ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક 30 લાખ રૂપિયા આપવામાં આવે છે.ગ્રેડ બીમાં –  સ્થાન આપવામાં આવ્યું છે.ગ્રેડ B – રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ, રાજશ્વરી ગાયકવાડ, જેમિમા રોડ્રિગ્સ

આ સહીત જો ગ્રેડ સી ની વાત કરીએ તો તેમાં મહત્તમ 10 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 10 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે.ગ્રેડ સીમાં મેગના સિંહ, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, સાભિનેની મેઘના, સ્નેહ રાણા, રાધા યાદવ, હરલીન દેઓલ, યેસિકા ભાટિયાને સ્થાન મળ્યું છે.

 

Exit mobile version