Site icon Revoi.in

BCCIનો મહત્વનો નિર્ણય – 87 વર્ષોમાં પ્રથમ વખત નહી થાય રણજી ટ્રોફીનું આયોજન

Social Share

દિલ્હીઃ-ભારતના ક્રિકેટ બોર્ડના નિયંત્રણ એટલે કે બીસીસીઆઈએ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં રણજી ટ્રોફીની જગ્યાએ વિજય હજારે ટ્રોફી રમાવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીએ દેશની રમત અને રાજ્યની દિશા બંને બદલી નાખી છે.

ઉલ્લેખનીય છે કે,એપ્રિલ મહિનામાં યોજાનારી આઈપીએલની 14 મી સીઝન આયોજન નક્કી છે,આ સ્થિતિમાં બીસીસીઆઈ પાસે કોઈપણ ઘરેલુ ટૂર્નામેન્ટ યોજવામાં માત્ર બે મહિના જ બાકી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ વિજય હઝારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાંથી કોઈ એક યોજવા અંગે તમામ એસોસિએશનો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો.

બોર્ડના સેક્રેટરી જય શાહના સૂચન માંગવા પર વિવિધ રાજ્ય ક્રિકેટ સંગઠનોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેના આધારે આ સિઝનમાં વિજય હજારે ઉપરાંત વરિષ્ઠ મહિલા વનડે અને અંડર -19 ની વીનુ માંકડ ટ્રોફીનું જ આયોજન કરવામાં આવશે.

જો કે આ સમગ્ર બાબતે હજુ સુધી કોઈ ટુર્નામેન્ટની તારીખોની ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ હજારે ટ્રોફી ફેબ્રુઆરીના બીજા અને ત્રીજા અઠવાડિયામાં શરૂ કરવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે, આંધ્રપ્રદેશ સિવાય મોટાભાગના રાજ્ય સંઘો વિજય હઝારે ટ્રોફીની તરફેણમાં છે. મોટાભાગનાં યુનિયનો નાના ફઓર્મેટની ટૂર્નામેન્ટ્સ પર સહમતિ દર્શાવી રહ્યા છે.

બોર્ડ સેક્રેટરી જય શાહે રાજ્યના સંગઠનોને પત્ર લખીને નિર્ણયની જાણકારી આપી હતી. આપણા માટે મહિલા સ્પર્ધા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અમે વરિષ્ઠ મહિલા વનડે ટૂર્નામેન્ટની સાથે સાથે વીનુ માંકડ અંડર -19 ટી 20 ટ્રોફીનું પણ આયોજન કરી રહ્યા છીએ. ઘરેલું સત્ર 2020-21 માટેના તમારા પ્રતિસાદના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે આઈપીએલ પછી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીના સફળ આચરણ માટે હું દરેકનો આભાર માનું છું.

સાહિન-