Site icon Revoi.in

આ સ્થળો પર ફરવા જતા પહેલા ધ્યાન રાખજો,કેમ કે આ છે વિશ્વના સૌથી ભયંકર ટૂરિસ્ટ પ્લેસ

Social Share

જે લોકોને ફરવાનું વધારે ગમતું હોય છે તે લોકોને તે વિશ્વના કોઈ પણ ખૂણામાં ફેરવો, તેમને તો મજા જ આવતી હોય છે. પણ ક્યારેક જાણ્યા જોયા વગર કેટલાક સ્થળે ફરવામાં આવે તો તે જાનલેવા અથવા અતિજોખમી પણ સાબિત થતું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિશ્વની કેટલીક એવી જગ્યાઓ વિશે કે જ્યાં કોઈ ફરવા જતું નથી અને જાય છે તે લોકો પણ હજાર વાર વિચાર કરીને જાય છે.

આ જગ્યામાં જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો તે છે નેટ્રોન તળાવ – આ તળાવ ઉત્તરી તંજાનિયામાં આવેલુ છે. ત્યાનું પાણી કાચની જેવું લાગે છે. આ પાણી પર કોઈ પક્ષી બેસે તો તે બળી જાય છે. આ ખતરનાક તળાવમાંથી એક છે. ત્યા જતા પહેલા લોકોને સાવચેતી પણ આપવામાં આવે છે.

તે પછી છે સ્કિલિગ માઈકલ માઉન્ટેન – આ સ્થળ આયરલેન્ડમાં આવેલ છે. તે દેખાવમાં પણ ખતરનાક છે. તે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે વધારે ખતરનાક છે. અહીં મર્યાદિત માત્રામાં લોકોને જવાની પરવાનગી આપવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકાના નામીબિયામાં આવેલું સ્કેલેટન કોસ્ટ પણ અતિભયંકર છે કારણ કે ત્યા તમને કંકાલ અને હાડકાઓ મોટી માત્રામાં જોવા મળશે. આ સાથે અમેરિકામાં આવેલું માઉન્ટ વોશિંગટન પણ ખતરનાક છે કારણ કે ત્યાં વિશ્વની સૌથી ઝડપી હવા ચાલે છે. ત્યા 203 કિમી પ્રતિ ક્લાકની ઝડપથી હવા ચાલે છે જે એક વિશ્વ રેકોર્ડ પણ છે. ત્યા લોકો ઉભા પણ નથી રહી શકતા.

ભારતના અંડમાંનમાં આવેલું નોર્થ સેન્ટિનલ ટાપુ પણ જોખમી છે કારણ કે ત્યાના લોકો ખુબ ખતરનાક છે. તેઓ આ ટાપુ પર આવનારા લોકોને મારી નાંખે છે. તેના કારણે અહીં કોઈ વિકાસ કાર્યો પણ નથી થયા.

બ્રાઝિલમાં આવેલા સ્નેક આઈલેન્ડમાં વિશ્વની સૌથી વધારે પ્રજાતિવાળા સાપ જોવા મળે છે. તે સાપ ખુબ ઝેરિલા હોય છે. તેથી આ જગ્યાને પણ ફરવા માટે ખુબ ઓછા લોકો પસંદ કરે છે

ડાનાકિલ ડેજર્ટ – આ સ્થળ આફ્રિકાના ઈથોડિયામાં આવેલ છે. તેને વિશ્વની સૌથી ગરમ જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા કોઈ બીજા ગ્રહ જેવી લાગે છે. અહીંની ઘણી વસ્તુઓ પીળા રંગની દેખાય છે. આ જગ્યા પરથી એક મહિલાનું કંકાલ પણ મળ્યુ હતુ, જે 3.2 લાખ વર્ષ જૂનુ હતુ.

ડેથ વેલી નેશનલ પાર્ક – તે અમેરિકાના નેવાદા અને કેલિફોર્નિયા વચ્ચે આવેલુ છે. ત્યાના કેટલાક પહાડો આપો આપો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. ત્યાના આકાશમાં રાત્રે વિચિત્ર ઘટનાઓ પણ બને છે. ત્યાનું તાપમાન પણ વધારે હોય છે.