Site icon Revoi.in

નાની ઉંમરના બાળકોને વેક્સિન આપ્યા પછી આ દવા આપતા હોય તો ચેતી જજો

Social Share

મુંબઈ: કોરોનાવાયરસનું સંક્રમણ વધતા સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે બાળકોને વેક્સિનની એટલે કે 15થી 18 વર્ષના બાળકોની તો તેને લઈને ભારત બાયોટેક ફાર્મા કંપની દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે.

ભારત બાયોટેક દ્વારા કહેવામાં આવ્યું છે કે વેક્સિન લીધા બાદ બાળકોને પેરાસિટામોલ કે પિન કિલર આપવાની આવશ્યકતા નથી. કંપનીએ આ માહિતી ટ્વીટ કરી આપી છે. ત્યારબાદ ચોકોર આ વાતની ચર્ચા શરૂ થઈ છે. જો બાળકોમાં વેક્સિનેશન પછી આડઅસર જણાય તો પેરાસિટામોલ ને બદલે શું આપશો? હેલ્થ એક્સપર્ટ દ્વારા આના વિશે પણ કહેવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર બાળકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી નથી. બાળકોને જે વેક્સિન મળી રહી છે તે ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન આપવામાં આવી રહી છે. જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જો બાળકો કોવેક્સિન સિવાય કોઈ અન્ય વેક્સિન આપવામાં આવતી હોય તો તેમને પેરાસિટામોલની દવા આપી શકાય છે.

ભારત બાયોટેક દ્વારા 30000થી વધારે વ્યક્તિઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ દરમિયાન 10-20 ટકા લોકો પર આડઅસર જોવા મળી હતી. ભારત બાયોટેક દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે ડોક્ટરની સલાહ લીધા પછી જે પેઈનકિલરનો ઉપયોગ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી તેમાં વયસ્કોને વેક્સિન લીધા બાદ પેરાસિટામોલ લેવાની વાત કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે દર બે ડોઝ દર 4 કલાકના અંતર રાખવું જરૂરી છે.