Site icon Revoi.in

વજન ઘટાડવાના ચક્કરમાં વધારે પ્રોટીન ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે ભારે નુકશાન

Social Share

આ સમયમાં દરેક વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના ડાયટ ચાર્ટને અનુસરે છે, અને કલાકો સુધી જીમમાં જઈને કસરત પણ કરે છે. પરંતુ તેની સાથે તે પ્રોટીન પણ વધારે માત્રામાં લે છે. ભાગ્યે જ તમે જાણો છો કે પ્રોટીન ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને આ પોષક તત્વો શરીરના કોષોને રિપેર કરવામાં મદદ કરે છે. આ સાથે તે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પ્રોટીન શરીર માટે ખૂબ જ સારું મેક્રોન્યુટ્રિઅન્ટ છે. પરંતુ કોઈપણ વસ્તુનો વધુ પડતો ડોઝ કે વધુ પડતો સેવન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે.

જાણકારો પ્રમાણે આપણા શરીરમાં પ્રત્યેક કિલોગ્રામમાં 1 ગ્રામ પ્રોટીન હોવું જોઈએ. આ સિવાય શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને ફેટનું પ્રમાણ પણ યોગ્ય હોવું જોઈએ. અતિશય પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી પ્રોટીન ઝેર સાબિત થઈ શકે છે.

રોજિંદા આહારમાં વધુ પડતા પ્રોટીનનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. પ્રોટીનને પચાવવા માટે શરીરને પુષ્કળ પાણીની જરૂર પડે છે. તે પેશાબના રૂપમાં શરીરમાંથી બહાર આવે છે, જ્યારે તેની સાથે પાણી પણ મોટી માત્રામાં બહાર આવે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.

ખોરાકમાં વધુ પડતું પ્રોટીન લેવાથી અને ઓછા કાર્બોહાઈડ્રેટ્સ ખાવાથી તમને ડિપ્રેશન, ચિંતા, ટેન્શન અને નકારાત્મક લાગણીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તે તમારા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધારીને ડિપ્રેશનનું કારણ બની શકે છે.

આજકાલ ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પીડાઈ  છે અને તેને ઘટાડવા માટે વધુ પ્રોટીન લે છે, પરંતુ આમ કરવાથી વજન ઘટવાને બદલે વધી શકે છે. જે શરીરને ખોટો આકાર આપી શકે છે. તો તમે આ બાબતોનું ધ્યાન રાખ્યું જ હશે.એટલે જ કહેવાય છે કે કોઈ પણ વસ્તુઓ મર્યાદીત માત્રામાં જ સારી લાગે કોઈ પણ ચીજનું સેવન વધુ કરવામાં આવે તો તે નુકશાન કરે છે.