Site icon Revoi.in

પુષ્પોની સજાવટ-રોશનીની ઝગમગ વચ્ચે રામમંદિરની શોભા કરી રહી છે ચકિત, જુઓ વીડિયો

Social Share

અયોધ્યા: પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભરપૂર રોનક છે. રામમંદિરમાં ઝગમગાટ છે અને રામની નગરી ઝગમગી રહી છે. આ વીડિયોમાં રાત્રિના સમયે રોશનીમાં રામમંદિરની શોભા મન મોહી રહી છે. ફૂલોની ખૂબસૂરત સજાવટ તેને બેહદ ભવ્ય અને દિવ્ય બની રહી છે. તેની સાથે તેની બનાવટ પણ બેહદ સુંદર લાગી રહી છે. મહત્વપૂર્ણ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પૂર્વ અયોધ્યામાં તેની સાથે જોડાયેલા તમામ અનુષ્ઠાન કરાય રહ્યા છે.

તાજેતરના વીડિયોમાં પ્રાણપ્રતિષ્ઠાથી પહેલા મંદિરમાં ચાલી રહેલી સજાવટ દેખાડવામાં આવી છે. આ વીડિયો ડીડી ન્યૂઝે સોશયલ મીડિયા સાઈટ એક્સ પર શેયર કર્યો છે. તેમાં દેખાય રહ્યું છે કે કેવી રીતે મંદિરના પિલરને ફૂલોથી સજાવાય રહ્યા છે. તેના સિવાય મંદિરના ઉપરના ભાગમાં પણ બેહદ ખૂબસૂરત અંદાજમાં સજાવાય રહ્યું છે. આ કામ માટે તમામ કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે. અંદરના ભાગમાં પણ ફૂલો લગાવવામાં આવ્યા છે. મૂળભૂત રીતે પીળા, સફેદ, જાંબલી અને લાલ રંગના ફૂલોને અગ્રતા અપાય રહી છે. મહત્વપૂર્ણ છે કે પ્રાણપ્રતિષ્ઠામાં હવે માત્ર બે જ દિવસનો સમય બાકી રહી ગયો છે.

કેવી છે મંદિરની બનાવટ-

મહત્વપૂર્ણ છે કે રામમંદિરને શાસ્ત્રીય પરંપરા પ્રમાણે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ પૂર્વથી પશ્ચિમ  380 ફૂટ, જ્યારે પહોળાઈ 250 ફૂટ છે. મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે. વાસ્તુકળાની નાગરશૈલીની ઉત્પતિ ઉત્તર ભારતમાં થઈ છે. આ શૈલીમાં બનાવવામાં આવેલા મંદિરોના પિરામિડ ઘણાં ઉંચા હોય છે અને તેને શિખર કહેવામાં આવે છે. મંદિરના શીર્ષ પર કળશ બનેલો હોય છે. રામમંદિરના પિલર્સ અને દિવાલો પર દેવીદેવતાઓના ચિત્રો કોતરવામાં આવ્યા છે. મંદિરના કુલ ત્રણ માળ છે અને દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. તેમાં કુલ 392 પિલર્સ અને 44 દરવાજા છે.

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હશે. પીએમ મોદી પણ 11 દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં તેઓ માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે અને જમીન પર કંબલ બિછાવીને સુઈ રહ્યા છે. તેના સિવાય બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને વિશેષ મંત્રના જાપ પણ કરી રહ્યા છે. અયોધ્યામાં કાર્યક્રમની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને તેને સજાવાય રહી છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ અયોધ્યા પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેની સાથે યોગી આદિત્યનાાથે તૈયારીઓને લઈને જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા હતા.