Site icon Revoi.in

કંગના રનૌત પહેલા આ સ્ટાર્સે ચૂંટણી મેદાનમાં પોતાની તાકાત બતાવી, બચ્ચનનું નામ પણ લિસ્ટમાં સામેલ

Social Share

ફિલ્મ જગત અને ક્રિકેટ વચ્ચે જેમ જૂનો સંબંધ છે, તેવો સંબંધ ફિલ્મજગતનો રાજકારણ છે. બોલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના સહિત અને કલાકારોએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. એટલું જ નહીં દક્ષિણ ભારતમાં અનેક ફિલ્મ કલાકારો રાજકારણમાં હાથ અજમાવી ચુક્યાં છે અને કેટલાક કલાકારો હજુ રાજકારણમાં સક્રીય છે.

કંગાના રનૌતને BJP તરફથી તેના ગામ હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. લોકસભા ચૂંટણી 2024 માટે ટીવીના રામ અરુણ ગોવિલને પણ ટિકિટ આપવામાં આવી છે. એક્ટર મેરઠથી ચૂંટણી લડશે. આ પહેલા સદીના મેગાસ્ટાર અમ્તાભ બચ્ચન પમ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બિગ વી કોંગ્રેસ તરફથી પ્રયાગરાજથી ચૂંટણી લડ્યા હતા.

ડ્રીમ ગર્લ હેમા માલિની ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. એક્ટરે 3 વાર મથુરાથી ચૂંટણી લડીને જીતી ગયા છે. ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. એક્ટરે પંજાબના ગુરદાસપુરથી BJP તરફથી ચૂંટણી લડ્યા.

એક્ટર શત્રુધન સિન્હા રાજકારણમાં ખુબ એક્ટિવ રહે છે. એક્ટર કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. કિરણ ખેર પણ ચૂંટણી લડી ચુક્યા છે. એક્ટ્રેસએ BJP તરફથી ચંદીગઢમાં ચૂંટણી લડ્યા અને જીત્યા.