Site icon Revoi.in

ઉત્તરાખંડના દહેરાદૂન શહેરમાં ભીખ માંગવા પર બેન, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે – આદેશ જારી કરાયો

Social Share

દહેરાદૂનઃ– દેશભરના ધાર્મિક સ્થળોએ ભીંખ માંગવાની સંખ્યામાં મોટો વધારો જોઈ શકાય છે, ત્યારે ધાર્મિક સ્થળોની મુલાકાતે આવેલ લોકોએ પરેશાની ભોગવવી પડતી હોય છે જોકે આ દિશામાં ઉત્તરાખંડના શહેર દહેરાદૂનમાં એક મહત્વનું પગલું ભરાયુ ંછે જે હેઠળ અહી ભીંખ માંગવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

જાણકારી પ્રમાણે દેહરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ આર રાજેશ કુમારે ભીખ માંગવાનું બંધ કરવા માટે એક મોટો આદેશ જારી કર્યો છે અને અધિકારીઓ દ્વારા ભીખ માંગવાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દેહરાદૂનના ડીએમ આર રાજેશ કુમારે ભીખ માંગવાને સમાજ પર એક કલંક ગણાવી છે અને કહ્યું કે આ અંગે કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને જ્યાં પણ ભિખારીઓ જોવા મળશે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથએ જ જણાવાયું છે કે  શેરીઓમાં અને સાર્વજનિક સ્થળોએ ભીખ માંગવી એ માત્ર કાયદાકીય અપરાધ નથી પરંતુ તે માનવતાને શરમજનક પણ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ભીખ માંગવાને રોકવા માટે જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જે ભિખારીઓ પર નજર રાખશે.

 ઋષિકેશ અને દહેરાદૂનના આસિસ્ટન્ટ લેબર કમિશનર સહિત અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યાં પણ ભીખ માંગવામાં આવી રહી છે અથવા આવું કામ કરાવામાં આવી રહ્યું છે, તેના પર અસરકારક રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ.